Ahmedabad

અમદાવાદીઓ માટે માઇક્રો કન્ટેન્ટમેન્ટની યાદી જાહેર, જાણીલો કયા વિસ્તારોને મળી ગઈ છૂટ…

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે કેસ ઓછા લેવાનું નામ નથી લેતા, ખાસ કરીને અમદાવાદમા તો સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હવે વધુમાં વધુ વફેલાઈ રહ્યું છે. આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા અનુસાર વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં વધુ 438 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના કારણે કુલ 31 જેટલા દર્દીઓનાં મોત થયા.તો બીજી બાજુ 689 દર્દીઓ સાજા થઇ જતાં એમને ડિસ્ચાર્જ પણ કરાયા છે.

રાજ્યમાં અલગ અલગ વિસ્તારમાં વધેલા નવા કેસોની વાત કરીએ તો નવા નોંધાયેલા કેસમાં અમદાવાદમાં 299, સુરતમાં 55, વડોદરામાં 34, ગાંધીનગરમાં 13, સુરેન્દ્રનગરમાં 5 જ્યારે બનાસકાંઠા, રાજકોટ, વલસાડમાં 4-4 કેસ નવા નોંધાયા છે. તો સાથે તમને એ પણ જણાવી દઈએ કે રાજ્યમાં વિવિધ હોસ્પિટલમાં 5,776 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે જ્યારે કુલ 61 જેટલા દર્દીઓ વેન્ટીલેટર પર છે.

અમદાવાદમા કેસ વધી રહ્યા છે જેને પગલે તંત્ર પણ હરકરમાં આવી ગયું છે તમને જણાવી દઈએ કે અમદાવાદમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવામાં આવેલા પગલાની સમીક્ષા કરવા માટે એક મહત્વનીબેઠક યોજાઈ હતી. અમદાવાદમા યોજાયેલ આ મહત્વની બેઠકમાં મુખ્ય સચિવ ડો. રાજીવ ગુપ્તાઅધ્યક્ષ સ્થાને હતા. અહી ઉલ્લેખનીય છે કે આ મિટિંગમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મુકવામાં આવેલા વિસ્તારો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી હતી.

સાથે સાથે તમને મહત્વની વાત એ પણ જણાવી દઈએ કે અમદાવાદનો મણીનગર વિસ્તાર હવે કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી બહાર આવી ગયો છે.આ બેઠકમાં થયેલ ચર્ચાના અંતે અમદાવાદના કેટલાક વિસ્તારને માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે. તમને જણાવી દઈએ કે હવે સપૂર્ણ વોર્ડને બદલે જે તે વોર્ડમાં સમાવિષ્ટ કેટલાક વિસ્તારને જ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર હેઠળ મુકવામાં આવેલ છે. જેની યાદી નીચે મુજબ છે.