રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતા રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા લોકો ભોગ બનતા રહે છે. જ્યારે આવી જ એક ઘટના અમદાવાદ થી સામે આવી થઈ.
અમદાવાદ શહેરમાં AMTS બસ દ્વારા એક વ્યક્તિ ને અડફેટે લેવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 19 એપ્રિલના રોજ શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે AMTS બસ દ્વારા એક આધેડને અડફેટે લેવામાં આવ્યા હતા. તેમ છતાં અકસ્માત સર્જી ડ્રાઈવર બસ ફૂલ ઝડપે હંકારી ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે 52 વર્ષીય નવીન પટેલ દ્વારા પોતાના ટુ-વ્હીલર દ્વારા રસ્તો ક્રોસ કરવામાં આવી રહ્યો હતો. તે સમયે ડાબી બાજુથી બેફામ આવી રહેલી AMTS બસ દ્વારા ટુ-વ્હીલર ચાલક ને કચડવામાં આવ્યા હતા. બસના ટાયર ટુ-વ્હીલર ચાલક પર ફરી વળતા ઘટનાસ્થળ પર જ તેમનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
તેની સાથે સીસીટીવી ફૂટેજમાં જોવા મળી રહ્યું છે કે, 19 એપ્રિલ 2024 ના રોજ સર્જાયેલ અકસ્માત બાદ AMTS બસનો ડ્રાઈવર ત્યાંથી બસ લઈને નાસી ગયો હતો. તેમ છતાં બાદમાં બસના ડ્રાઈવરને પકડી પાડવામાં આવ્યો હતો. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં જાણકારી સામે આવી છે કે, અકસ્માત સર્જનાર બસ એજન્સી અર્હમ ટ્રાવેલ્સની હતી.