South GujaratGujaratSurat

સુરતના મહિધરપુરામાં રિક્ષાચાલકની મધરાતે હત્યા, મહિલામાં પર શંકા

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરતા રહે છે. જ્યારે આજે આવી જ એક ઘટના સુરતથી સામે આવી છે. સુરત શહેરમાં ગઈ કાલ રાત્રીના એક રિક્ષાચાલકની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, માથાના ભાગમાં હુમલો કરીને હત્યા કરાઈ હતી. આ ઘટનાની પોલીસ ને જાણ થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત નો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો.

તમને જણાવી દઈએ એક, સુરતમાં મધ્યરાત્રીના હત્યાની ઘટના ઘટી હતી. મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં હત્યાનો મામલો સામે આવ્યો હતો. રેલવે પાર્સલ ઓફિસ પાસે આ હત્યાની ઘટના ઘટી હતો. લગભગ મોડી રાત્રીના 2:30 કલાકના હત્યા કરાઈ હતી. આ મામલામાં મહિધરપુરા પોલીસ દ્વારા ટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરવામાં આવી હતી.

તેની સાથે આ ઘટનામાં વધુમાં જણાવી દઈએ કે, શેરુ યાદવ નામના રિક્ષાચાલકની હત્યા કરાઈ હતી. શેરુ યાદવને તેની જ રિક્ષાની સામે હત્યા કરવામાં આવી હતી. શેરુ યાદવના માથા નાં ભાગમાં ફટકો મારી હત્યા કરવામાં આવી આવી હતી. સમગ્ર હત્યાને લઈને પોલીસ ને એક મહિલા પર શંકા હોવાથી તે દિશામાં પોલીસની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.