GujaratSaurashtra

દુષ્કર્મ પછી સગીરાએ આપ્યો બાળકીને જન્મ અને પછી..

અરવલ્લીના માલપુર તાલુકામાં મુખીના મુવાડાથી દયનીય ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ થોડા દિવસ પહેલા નવજાત બાળકી મળી આવી હતી. ગર્ભવતી સગીરા દ્વારા એક અઠવાડિયા આ અગાઉ એક બાળકીને જન્મ આપવામાં આવ્યો હતો અને સગીરાની દાદી દ્વારા બાળકીને ત્યજી દેવામાં આવી હતી. જ્યારે આ બાળકીને અંતે દુનિયાને અલવિદા કહી દીધું છે. સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા દુષ્કર્મ આચારનાર સામે પોક્સો અને દુષ્કર્મ અંગે ફરિયાદ દાખલ કરી સગીરાની દાદીમાંની ધરપકડ કરવામાં આવી છે.

આ મામલામાં અરવલ્લી જિલ્લા પોલીસ અધિકારી સંજય ખરાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, થોડા દિવસ અગાઉ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં રોડ ઉપરથી ત્યજી દેવામાં આવેલ બાળકી મળી હતી. જ્યારે બાળકીને ત્યજી દેનાર યુવતીની દાદીની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે જેણે આ બાળકીને જન્મ આપ્યો છે તે સગીર વયની છે એટલે જે દુષ્કર્મનો આરોપી છે તેની વિરૂદ્ધ પણ પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે આરોપીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

તેમના દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, જાહેર જનતાને હું અપીલ કરું છું કે, આવા કિસ્સામાં ઘણી બધી સંસ્થાઓ દ્વારા કામ કરવામાં આવે છે તેમજ સરકારની પણ વિવિધ યોજના પણ અમલમાં મુકવામાં આવી છે ત્યારે આવી ઘટનાઓ કાયદા વિરૂદ્ધ તેમજ સૃષ્ઠી વિરૂદ્ધ અને માનવતા વિરૂદ્ધ કહેવામાં આવે છે. જ્યારે આવા કિસ્સાઓમાં બાળકને પ્રશંસાનનો સંપર્ક કરી તમે તેના તેમાં મુકી શકો છો. તેની સાથે જે બાળકી મળી આવી છે તે ડિલેવરી સમય પહેલા જન્મેલી હતી તેમજ તેનું વજન પણ ઘણું ઓછું રહેલું હતું અને આ બાળકી પ્રથમ દિવસથી જ એડમીટ હતી અને તે સતત ડોક્ટરો અને પોલીસની દેખરેખ હેઠળ રહેલી હતી. પરંતુ અંતે તેને દુનિયાને અલવિદા કહી દીધો છે.

જ્યારે બાળકી મળી આવ્યા બાદ તેને માલપુર ખાતે સારવાર માટે લઇ જવામાં આવી હતી. જ્યાંથી બાળકીને મોડાસા ખાતેની સાર્વજનિક હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. ત્યાં બાળકીને સારવાર અપાઈ રહી હતી. પરંતુ બાળકીને ફેફસામાં ઈન્ફેક્શન થઈ ગયું હતું. એવામાં આજે બાળકીએ અંતિમશ્વાસ લીધા છે. જયારે આ બાળકીને બચાવવા માટે તબીબો દ્વારા તમામ પ્રયાસ કરવામાં આવ્યા હતા પરંતુ અંતે બાળકીએ જીવ ગુમાવી દીધો હતો.