સુરતના ગેસ્ટહાઉસમાં મહિલા સાથે ઝડપાયેલા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણીએ આ મામલે આપ્યું મોટું નિવેદન
રાજ્યમાં અનેક વખત રાજકીય પાર્ટીના નેતાઓના યુવતી સાથે રંગરેલિયા મનાવતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં તાજેતરમાં જ આવી એક બાબત સામે આવી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી એક હોટલના રૂમમાં રંગે હાથ ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. જ્યારે આ મામલામાં વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં તે હોટલમાંથી પોતાના મોઢા પર રૂમાલ રાખીને ભાગતા જોવા મળ્યા હતા. તેમ છતાં સીસીટીવીમાં તેમનો ચહેરો કેદ થઈ ગયો હતો. જ્યારે હવે આ મામલામાં આપ ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
આ મામલામાં વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભાગવું પડે એવું કોઈ કામ કરવામાં આવ્યું નથી. જ્યારે આ ફૂટેજ જે છે તે ઘણા જૂના છે અને ક્યારના છે તેને મને પણ યાદ નથી. મને બદનામ કરવા માટે કોઈ દ્વારા આવું કરવામાં આવ્યું છે. તેની સાથે તેમને વિડીયોને રાજકીય કાવતરું ગણાવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ધારાસભ્યનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થયો છે. તેના લીધે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. આ ધારાસભ્ય ભૂપત ભાયાણી એક યુવતી સાથે હોટલમાં રંગેહાથ ઝડપાયા હતા. આ કેસમાં યુવતીના પતિ દ્વારા રંગેહાથે ઝડપવામાં આવતા AAP ધારાસભ્ય ભૂપત ભાયાણી મોઢે રૂમાલ ઢાંકીને હોટલથી નાસી ગયા હતા.
તમને જણાવી દઈએ કે, સુરતના કડોદરા ખાતે સુરજ ગેસ્ટ હાઉસમાં અન્ય સ્ત્રી સાથે રંગેરેલિયા મનાવતા ઝડપાયેલા ધારાસભ્ય ભૂપત ભાયાણી સાથે કઈ સ્ત્રી હતી તેને લઈને જાણકારી સામે આવી છે. તેમની સાથે દેખાવાનારી મહિલા એક સુરતના રત્ન કલાકારની પત્ની હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર ધારાસભ્ય દ્વારા ગેસ્ટ હાઉસમાં જઈને આધારકાર્ડ બતાવીને રૂમ લેવામાં આવ્યો હતો. પરણિતા સાથે 50 મિનિટ સુધી એકાંતમાં રહેવા માટે આવ્યા હતા. સીસીટીવીમાં જે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, 8 જૂન 2023 ના રોજ સવારના 10.25 વાગે તેઓ ગેસ્ટ હાઉસમાં આવ્યા અને યુવતી પણ પોતાની મરજીથી અહીં આવી હતી. તેના દ્વારા પણ રજિસ્ટરમાં સહી કરવામાં આવી હતી. જ્યારે 11 વાગ્યાના સમયગાળામાં તેઓ ત્યાંથી ભાગતા દેખાયા હતા.