GujaratSouth Gujarat

ધારાસભ્ય રિવાબા જાડેજાએ સાંસદ પૂનમબેન માડમને જાહેરમાં ઝાટકી કાઢ્યા

ગુજરાત ભાજપમાં આંતરિક વિખવાદો સતત વધી રહ્યા છે. થોડા સમય પહેલા પત્રિકા કાંડ ત્યારપછી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામુ અને હવે ધારાસભ્ય રિવાબા અને પૂનમ માડમ વચ્ચેનો ઝઘડો ચર્ચામાં આવ્યો છે. એક જાહેર કાર્યક્રમમાં રિવાબા મેયરને ખખડાવી રહ્યાં હતા અને બાદમાં સાંસદ પૂનમબેન માડમ પણ વચ્ચે આવતા રિવાબા તેમને પણ બોલ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હાલ  આ મામલો દિલ્હી સુધી પહોંચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર શહેરના લાખોટા તળાવ ખાતે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી માટી મારો દેશ નો કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય રિવાબા જાડેજા જામનગરના સાંસદ અને ધારાસભ્ય રિવાબા જાડેજા જામનગરના મેયર બીનાબેન કોઠારીને બોલી રહ્યા હતા. ત્યારે સાંસદ પૂનમબેન માડમ તેમની વચ્ચે પડતા રિવાબાએ પૂનમબેન માડમને પણ ખખડાવી કાઢ્યા હતા. ત્યારે મામલો વધુ બીચકતા શહેર પ્રમુખ અને સ્થાનિક નેતાઓએ વચ્ચે પડીને આ મામલો થાળે પાડ્યો હતો.

નોંધનીય છે કે, ધારાસભ્ય રિવાબા જાડેજા જામનગરના મેયરને બોલી રહ્યા હતા ત્યારે સાંસદ પૂનમબેન માડમ વચ્ચે પડ્યા હતા. તો રિવાબા જાડેજાએ તેમને પણ ખખડાવી કાઢ્યા અને કહ્યું કે આ સળગાવનારા તમે જ છો. બાદમાં ત્યાં હાજર ભાજપના નેતાઓએ આ મામલો શાંત પાડ્યો હતો. જો કે, આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આ વાત દિલ્હી સુધી પહોંચી છે.