મોડલ તાનિયાસિંઘ આપઘાત કેસ : IPL ખેલાડી અભિષેક શર્માની સુરતમાં ચાર કલાક આકરી પૂછપરછ
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલી સ્ટાર ગેલેક્સી પાસે હેપ્પી એલિગન્સ નામની બિલ્ડિંગમાં ગત 19 તારીખના રોજ મોડલ તાન્યા દ્વારા આપઘાત કરી લેવામાં આવ્યો હતો. આ આપઘાત કેસમાં તાન્યાના પૂર્વ પ્રેમી અને આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માનું નામ સામે આવ્યું હતું. તે બાબતમાં આઈપીએલ ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. એવામાં અભિષેક શર્મા નિવેદન નોંધાવવા માટે વેસુ પોલીસ સ્ટેશનના પહોંચ્યો હતો. પૂછપરછ બાદ અભિષેક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યો હતો અને તેમને મારું નિવેદન નોંધાવ્યું છે.
સુરતના વેસુ વિસ્તારમાં તાનિયાસિંઘ મોડલ આપઘાત કેસમાં આજે સુરત વેસુ પોલીસ સ્ટેશન ખાતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના ઓલરાઉન્ડર અભિષેક શર્મા પોતાનું નિવેદન નોંધવવા માટે પહોંચ્યો હતો. તાનિયાસિંઘ આપધાત કેસમાં સુરત વેસુ પોલીસ ક્રિકેટર અભિષેક શર્માની ચાર કલાક પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સનરાઇઝર્સ હૈદરાબાદના ખેલાડી અભિષેક શર્માની મોડલ તાનિયાસિંઘ સાથે મિત્રતા રહેલી હતી. તે કારણોસર તેમને અહીં બોલાવવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, મોડલ તાનિયાસિંઘના આપઘાતમાં કેસમાં પંજાબના ક્રિકેટર અભિષેક શર્માનું નામ સામે આવતા તેને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. તેની સાથે મોડલ તાનિયાસિંઘની આત્મહત્યા બાદ અભિષેક શર્માને સમન્સ પણ પાઠવવામાં આવ્યું હતું. આ બાબતમાં અભિષેક સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. ત્યાં તેની ચાર કલાક સુધી પુછપરછ કરાઈ હતી અને તેના નિવેદનો પણ નોંધવામાં આવ્યા હતાં.
તેની સાથે તાનિયા આપઘાત બાદ અભિષેક સાથેની કેટલીક તસ્વીરો વાયરલ થતા પોલીસ દ્વારા અભિષેકને સમન્સ પાઠવી પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા. અંદાજીત ચાર કલાક સુધી અભિષેક દ્વારા પોલીસ સમક્ષ તાન્યા અને તેના સંબંધ વચ્ચે નિવેદન આપવામાં આવ્યા હતા. તેના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આપઘાત સમયે તે તાન્યા સાથે જ સંપર્કમાં રહેલો નહોતો.
અભિષેક શર્માની વાત કરીએ તો તે આઈપીએલ ફ્રેન્ચાઇઝી સનરાઈઝર્સ હૈદરાબાદનો ખેલાડી રહેલ છે. તેણે આઈપીએલની 47 મેચમાં 893 રન બનાવ્યા છે જેમાં એક ઈનિંગમાં તેનો હાઈસ્ટ સ્કોર 75 રહેલો છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં તેણે ચાર ફિફ્ટી ફટકારી છે અને નવ વિકેટ પણ પ્રાપ્ત કરી છે. હાલમાં વેસુ પોલીસ દ્વારા ક્રિકેટર અભિષેક શર્માની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.