InternationalNarendra Modi

કોરોનાની ચિંતાને પગલે PM મોદીએ બિલગેટ્સ સાથે કરી ચર્ચા,જાણીલો બે હસ્તીઓ વચ્ચે સુ વાત થઇ..

અત્યારે સમગ્ર દુનિયામાં કોરોનાની મહામાંરી ચાલી રહી છે સમગ્ર દુનિયા આ મહામારી સામે જજુમી રહી છે સમગ્ર દેશના તંત્ર પણ આ કોરોના સામે બનતા તમામ પ્રયત્ન કરી રહ્યા છે.ભારતમાં પણ જોતજોતામાં આ વાયરસ કાબુ બહાર જઈ રહ્યો છે.વડાપ્રધાન મોદી પણ આ મહામારી ને રોકવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે.આ કોરોના વાયરસને રોકવાને પગલે સમગ્ર ભારતમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે આરોગ્ય અને પોલીસ ખાતું પણ ખડેપગે છે.

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે મોડી રાતે વીડિયો કોન્ફરન્સ દ્વારા માઈક્રોસોફ્ટના સહ-સંસ્થાપક અને બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ એવા બિલ ગેટ્સ સાથે વાતચિત કરી હતી. અહી ઉલ્લેખનીય છે કે આ બંને મહાનુભાવો બંને વચ્ચે કોરોના મહામારીની વૈશ્વિક અસર વિશે લગભગ અડધો કલાક જેટલી વાતચીત થઈ હતી. અહી ઉલ્લેખનીય છે કે સાઈન્ટિફિક ઈનોવેશન અને રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનો મુદ્દો પણ આ બંને હસ્તીઓની ચર્ચામાં સામેલ હતો.

મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આ દરમિયાન ગેટ્સ ફાઉન્ડેશનના ભારત અને દુનિયાના અન્ય ભાગમાં કરવામાં આવતા સ્વાસ્થય કાર્યોના ખુબ જ વખાણ કર્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે તેમણે બિલ ગેટ્સ પાસે સૂચનો પણ માંગ્યા હતા કે, દુનિયાના ફાયદા માટે ભારત કેવી રીતે આગળ વધારે સારુ કામ કરી શકે છે.

વધુમાં વાત કરીએ તો આ ચર્ચા દરમિયાન વડાપ્રધાને સરકારના કામનો ઉલ્લેખ કર્યો હતો. PM મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, આ મહામારી દરમિયાન કેવી રીતે ભારતમાં સ્વાસ્થય સેવાઓને વધુ મજબૂત કરવામાં આવી છે. અને આ સિવાય લોકોની ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદિક દવાઓની પણ મદદ લેવામાં આવી એ વાતનો પણ ઉલ્લેખ આ ચર્ચા દરમિયાન PM મોદીએ કર્યો હતો. સ્વચ્છતા પર પણ PM મોદીએ જોર આપ્યું હતું. આ ચર્ચા દરમિયાન તેમણે જણાવ્યું કે હતું કે, આ દરેક વસ્તુઓએ ભારતને કોરોના મહામારી સામે લડવા માટે ઘણી મજબૂતી આપી છે.

વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આ અંગે ટવીટ પણ કરી છે.અહી ઉલ્લેખનીય છે કે આ ચર્ચા દરમિયાન વડાપ્રધાને બિલગેટ્સને જણાવ્યું હતું કે, ભારતમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગને સ્વીકાર્યું છે. તે ઉપરાતં માસ્ક પહેરવાથી લઈને લોકડાઉનના નિયમોમાં પણ ખુબ જ સારી રીતે સહયોગ આપ્યો પણ છે. તેનાથી કોરોનાનું સંક્રમણને રોકવામાં થોડા અંશે સફળતા પણ મળી છે.