દેશમાંથી મોદી લહેર ખતમ થઇ રહી છે, જુઓ નકશામાં
દેશમાં એક સમયે કોંગ્રેસનું જ રાજ ચાલતું હતું ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2014માં એવો જાદુ ચલાવ્યો કે સમગ્ર દેશમાં જાણે મોદી લહેર પ્રસરી ગઈ હતી.2014 પછી દેશના અનેક રાજ્યોમાં ભાજપે ભગવો લહેરાવ્યો હતો અને મોદી લહેરમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા હતા.2014થી ભાજપ અને નરેન્દ્ર મોદી કોંગ્રેસમુક્ત ભારત સૂત્ર પર ચૂંટણી લડતા હતા પણ હવે તસ્વીર બદલાઈ રહી છે.દેશમાંથી મોદી લહેર ખતમ થઈ રહી છે તે સ્પષ્ટ રીતે દેખાય છે.
હાલમાં જ મહારાષ્ટ્ર જેવું મોટું રાજ્ય પણ ભાજપે ગુમાવ્યું છે. ગત વર્ષની સરખામણી કરીએ તો ભાજપે અનેક રાજ્યોમાં સત્તા ગુમાવી છે. જ્યાં ભાજપનો કેસરિયો લહેરાતો હતો ત્યાં હવે કોંગ્રેસની સત્તા આવી ગઈ છે.રાજસ્થાન, પંજાબ, મધ્યપ્રદેશ અને છત્તીશગઢ બાદ હવે ભાજપે મહારાષ્ટ્રમાંથી પણ સત્તા ગુમાવવી પડી છે.
દેશમાંથી મોદી લહેર ખતમ થઇ રહી છે એવું દર્શાવતો એક ફોટો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. ફોટોમાં ભારતનો નકશો છે અને દર્શાવાયું છે કે 2018માં આટલા રાજ્યમાં ભાજપની સરકાર હતી જયારે હવે 2019માં આટલા રાજ્યોમાં જ ભાજપની સરકાર છે.ભાજપે મત વિસ્તારોમાંથી સરકાર ગુમાવી દીધી છે.