Gujarat

માનતા પૂરી થતા પરિવાર આવ્યો કબરાઉ મોગલધામ, મણીધર બાપુના ચરણોમાં ધર્યા અઢી લાખ રૂપિયા અને….

માં મોગલના પરચાઓ તમે અનેક સાંભળ્યા હશે. કેમ કે મા મોગલ દરેક લોકોની માનતા પૂર્ણ કરીને તેમના દુઃખ દુર કરતી રહે છે. જયારે મોગલ પોતાના ભક્તોને ક્યારેય નિરાશ પણ જોઈ શકતા નથી. જો તમે સાચા મનથી મોગલ માતાનું નામ લઈ લો છો તો તમારી દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તમે બધા સારી રીતે જાણતા હશો કે માતાજીનું એક ધામ કબરાઉમાં આવેલું છે, જે મોગલ ધામ તરીકે ઓળખાય છે.

અહીં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે. જ્યારે તમે માતાજીના દરબારમાં પહોંચો છો ત્યારે તમને પવિત્રતાનો અનુભવ જરૂર થશે.તેની સાથે માં મોગલ ના દરવાજે આવેલ કોઈપણ વ્યક્તિ નિરાશ થઈને પોતાના ઘરે જતું નથી. માતાજી હંમેશા દરેક વ્યક્તિની હસતા મોઢે ઘરે મોકલે છે.

આ જ ક્રમમાં તાજેતરમાં સાત ભાઈઓ તેમના પરિવારની સાથે કબરાઉમાં દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. તે દરમિયાન ગાદી ઉપર બિરાજમાન મણીધર બાપાના ચરણમાં મસ્તક નમાવીને સાત પરિવારના ભાઈઓ દ્વારા એક જ વાત કરવામાં આવી હતી. આ ભાઈઓ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, અમારા પરિવારના દરેક સભ્ય ઉપર કોઈપણ દિવસે કોઈપણ પ્રકારની મુશ્કેલી મોગલે આવવા દીધી નથી.

તેના લીધે અમે માતાજીના આશીર્વાદ લેવા માટે અહીં આવ્યા છીએ. તેના પછી તેઓએ મણીધર બાપાને અઢી લાખ રૂપિયા દાન તરીકે અર્પણ કર્યા હતા. ત્યારે મણીધર બાપા એ જણાવ્યું હતું કે, તમારે માત્ર માતાજી પર વિશ્વાસ બનાવી રાખવો જોઈએ.

તમારી ભક્તિના લીધે અમારો પરિવાર આજે ખૂબ ખુશ છે. માતાજીના આશીર્વાદ તમારા ઉપર સદાય બન્યા રહેશે. માતાજીને પૈસાની કોઈ જરૂરીયાત નથી, તેઓ હંમેશા ભક્તોના ભાવની ભૂખી હોય છે. તમારે આ પૈસા પોતાની દીકરીઓમાં સરખા ભાગે વહેંચી દેવા જોઈએ, જેનાથી માતાજી તમારા પર ખુશ થશે.