રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.
અમદાવાદમાંથી એકબાદ એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલ રાત્રીના મણીનગરમાં અકસ્માત સર્જાયા બાદ શહેરના ઉસ્માનપુરા પાસેથી અકસ્માતની ઘટના સામે આવી છે. ઉસ્માનપુરા પાસે કારચાલક દ્વારા આજે સવારના રોડ ક્રોસ કરી રહેલા એક રાહદારીને અડફેટે લેવામાં આવ્યા હોવાની ઘટનાની સામે આવી છે. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલ વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ઉસ્માનપુરા પાસે આવેલ એસ્પાયર હોટલની નજીક એક રાહદારી દ્વારા રોડ ક્રોસ કરવામાં આવી રહ્યો હતો. આ દરમિયાન વેગેનાર કાર ચાલક દ્વારા રાહદારીને અડફેટે લેવામાં અવ્યા હતા. આ અકસ્માતને લીધે સ્થાનિકો લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાર બાદ સ્થાનિકો દ્વારા આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા વ્યક્તિને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્ત વ્યક્તિ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલ છે.
નોંધનીય છે કે, અમદાવાદના મણીનગર વિસ્તારથી અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ નશામાં ધૂત કાર ચાલક દ્વારા બેફામ કાર ચલાવીને બાંકડા સાથે અથડાવી અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી હતી. બાંકડા સાથે કાર અથડતા જ કાર ઊંધી થઇ ગઇ હતી. તેમ છતાં આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જ્યારે આ કારમાં ચારથી પાંચ લોકો રહેલા હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે આ કારમાંથી બિયરનો બોટલો પણ મળી આવી હતી. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના મણિનગર વિસ્તારમાં રવિવાર રાત્રીના રાજકમલ બેકરી પાસે એક કાર ફૂલ ઝડપે આવી રહી હતી. અચાનક કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા તે બાંકડા સાથે ટકરાઈ ગઈ હતી. તેના લીધે કાર આખી ઉંધી થઈ ગઈ હતી. જ્યારે બાંકડા પર લોકો બેઠેલા હતા પરંતુ તેઓ કારણે જોતા ત્યાંથી ઉભા થઈ ગયા હતા. જો તેઓ બાંકડા બેઠેલા હોત તો તેમનુ મૃત્યુ નિશ્વિત હતું. તેમ છતાં સદનસીબે આ લોકોને કોઈ ઈજા થઈ નહોતી.
તેની સાથે અકસ્માત સર્જાતા જ સ્થાનિકો લોકો ભેગા થઈ ગયા હતા. ત્યાં હાજર લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ગાડીમાં સવાર લોકો નશાની હાલતમાં રહેલા હતા. તેના લીધે આ અકસ્માત સર્જાયો છે. સ્થાનિક પોલીસને જાણ થતા ઘટન સ્થળ પર આવી કારમાં તપાસ હાથ ધરી હતી. તે સમયે કારમાંથી બીયરની બોટલો મળી આવી હતી. હાલમાં પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.