વિદેશમાં વધુ ગુજરાતીની હત્યા : નવસારીના હેમંત મિસ્ત્રીની સામાન્ય કચરાની બાબતમાં કરાઈ હત્યા
અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યાની બાબત સામે આવી છે. અમેરિકાના ઓકલાહો શહેરમાં હત્યાની ઘટના ઘટી છે. જાણકારી મુજબ, મૂળ નવસારીના બિલીમોરાના હેમંત મિસ્ત્રીની હત્યા કરવામાં આવી છે. કચરો ઉઠાવવા જેવી સામાન્ય બાબતમાં હેમંત મિસ્ત્રીનો ઝઘડો થયો હતો. આ ઝઘડો ઉગ્ર બનતા વિદેશી વ્યક્તિ દ્વારા હેમંત મિસ્ત્રીને માર મારવામાં આવતા તેઓ નીચે પટકાયા હતા. નીચે પડતાની સાથે બેભાન થયા ગયા અને તેમનું મૃત્યુ નિપજ્યું હતું. પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
હેમંત મિસ્ત્રીની વાત કરીએ તો મૂળ બીલીમોરના અમેરિકાનાં ઓકલાહોમા શહેરમાં રહી રહ્યા હતા. એવામાં તેમનું કચરો ઉઠાવવાની સામાન્ય બાબતમાં રિચર્ડ લેવિસ નામના વ્યક્તિ દ્વારા મોટલ માલિક હેમંત મિસ્ત્રીને જોરદાર પંચ મારવામાં આવો હતો. રિચર્ડના પંચથી મોટેલ માલિક હેમંત જમીન પર પટકાવાની સાથે તે બેભાન થઈ ગયા હતા.
ત્યાર બાદ તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. તે દરમિયાન ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. સ્થાનિક પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપી રિચર્ડ લેવિસની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ, બીલીમોરામાં હેમંત મિસ્ત્રીના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.