GujaratSouth GujaratSurat

કેદી બન્યા કારીગર, ગુજરાતની આ જેલમાં દર મહિને તૈયાર કરવામાં આવે છે 25 હજારથી વધુ હીરા, જાણો…

ગુજરાતની સુરત જેલ ફરી એકવાર તેના ઈનોવેટિવ આઈડિયાને કારણે બધાની નજરમાં આવી છે. જેલમાં સ્થાપિત ડાયમંડ પોલિશિંગ યુનિટમાં દર મહિને 25,000 જેટલા હીરા પોલિશ કરવામાં આવે છે. આ યુનિટ જેલની અંદર સફળતાપૂર્વક ચાલી રહ્યું છે.

ગુજરાતની જેલમાં શામેલ થતી સુરતની લાજપોર સેન્ટ્રલ જેલ તેના જુદા અને જાણીતા અભિયાનને કારણે ખૂબ ચર્ચામાં રહે છે. પહેલાંના કામોને કારણે જેલમાં બંધ કેદીઓના સ્ટાર ભલે અંધકારમાં હોય પણ તેઓ જેલમાં હીરા પોલીસ કરવાનું કામ આજે પણ કરી રહ્યા છે. તાજેતરમાં, કેદીઓના સુધારણા સંબંધિત અભિયાન હેઠળ, જેલ પ્રશાસને જેલની અંદર જ હીરા બનાવવાની વ્યવસ્થા કરી હતી. તાલીમ પૂરી થયા પછી, જેલના કેદીઓ દર મહિને લગભગ 25,000 થી વધુ હીરા પોલિશ કરતા સામે આવ્યા છે. સુરત જેલના કેદીઓ કુદરતી હીરાને પોલિશ કરે છે.

વિશ્વના લગભગ 95 ટકા હીરા સુરતમાં પોલિશ થાય છે. હવે આમાં ખાસ આપણી સુરત સેન્ટ્રલ જેલના ઘણાં કેદીઓની નાની ભાગીદારી સાબિત થઈ છે. જેલમાં બનાવેલ ડાયમંડ પોલિશિંગ યુનિટમાં 107 કેદીઓ ડાયમંડ પોલિશિંગનું કામ કરે છે. સુરત સેન્ટ્રલ જેલના આ કેદીઓને પોલિશિંગ સંબંધિત વિવિધ પ્રકારના કટ અને ટેકનિકલ પાસાઓની તાલીમ આપવામાં આવી હતી. કેદીઓ તેમના સારા કામ અને તેમના અભ્યાસ આધારે દર મહિને 20,000 થી વધુ રૂપિયા સુધીની કમાણી કરતા જોવા મળ્યા છે. આપણી સુરત સેન્ટ્રલ જેલના અધિક્ષક જે.એન.દેસાઈના કહેવા મુજબ, આ જેલ લગભગ દુનિયાની એક જ એવી જેલ છે જ્યાં કુદરતી હીરાનું કટિંગ અને પોલિશિંગ જેલની અંદર કરવામાં આવે છે. પોલિશિંગ યુનિટ કોઈપણ જાતની ફરિયાદ કર્યા વિના સારી રીતે કામ કરી રહ્યું છે.

હાલમાં 3000 કેદીઓ જેલમાં છે…સુરત સેન્ટ્રલ જેલમાં 3000 જેટલા કેદીઓ કેદ છે. મોટાભાગના કેદીઓ ફર્નિચર બનાવવા, નાસ્તા બનાવવા, પેઇન્ટિંગ, શિલ્પ અને ફોટો કોપી સહિત વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કામ કરે છે. હવે આ ખાસ યાદીમાં ડાયમંડ પોલિશિંગનું કામ પણ ભેગુ થઈ ગયું છે. સુરત સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા વિપુલ મેરે ઉંમર 33 છે તેમને જણાવ્યું હતું કે તે 10 વર્ષથી બંધ છે, પણ પોલિશિંગના કામે તેને કમાવાની તક આપી છે. તેમને જણાવ્યું કે આ કારણે હું જેલમાં હોવા છતાં મારા પરિવારના સભ્યોને મદદ કરી શકું છું. મારા યુનિટમાં મેનેજરની જવાબદારી આપવામાં આવી છે. નોકરીના આધારે મેરને દર મહિને રૂ. 20,000 સુધી મળે છે. મેર કહે છે કે તેને સજા થઈ ત્યાં સુધી હું હીરાનો કારીગર હતો. જ્યારે યુનિટ શરૂ થયું ત્યારે મેં અહીં કામ કરવાનું શરૂ કર્યું હતું.

પોલિશિંગ યુનિટમાં કામ કરતા દરેક કેદીઓની પૂરી કમાણીમાંથી, કેદીયો જેલમાં તેમના પોતાના ખર્ચા માટે આખો મહિને ફક્ત 2,100 રૂપિયા રાખવા હોય છે. બાકીની રકમ તેમના પરિવારને તે મોકલી દે છે. જેલમાં રહેલા બીજા એક કેદી સત્યમ પાલે (23) જણાવ્યું કે 11 મહિના પહેલા જેલમાં બંધ થયા બાદ હું હીરાને પોલિશ કરતા શીખ્યો છું. તેમને જણાવ્યું કે હું હવે દર મહિને લગભગ 8,000 રૂપિયા કમાવું છું. પાલે આગળ કહ્યું કે હું જેલની બહાર હોઉં ત્યારે પણ હું હીરા પોલિશર બનવાની આશા રાખું છું.