આ પાંચ બાબતો પર મોટા ભાગના ગુજરાતીઓ આંખો બંધ કરીને વિશ્વાસ કરે છે..
આપણે એ ગુજરાતમાં રહીએ છીએ જ્યાં ધર્મ અને માનતાઓમાં મોટા પ્રમાણમાં વિશ્વાસ કરવામાં આવે છે. નાનપણથી જ અહી અમુક વસ્તુઓમાં આપણને અહી ઘણી વસ્તુઓમાં આંખ બંધ કરીને વિશ્વાસ કરવાનું શીખવ્યું છે,જોકે જેની પાછળ ખરેખર કોઈ માન્યતા જ નથી. જેમ જેમ આપણે મોટા થઈએ છીએ,એમ આપણે સમજીએ છીએ કે આપણે જે વસ્તુઓને અનુસરી રહ્યા છીએ તે ફક્ત અંધશ્રદ્ધા જ છે અને બીજું કંઈ જ નથી.
ચાલો આપણે જાણીએ આવી યુક્તિઓ અને અંધશ્રદ્ધાઓ વિશે જેને આપણે અજાણતાં તર્ક સમજ્યા વગર અનુસરીએ છીએ અને તે મુજબ કાર્ય પણ કરીએ છીએ.
1) ગુજરાતમાં એવા ઘણા બધા લોકો છે જે મંગળવારે વાળ કાપવાને પાપ માને છે. મોટા ભાગના ઘરોમાં મંગળવારે વાળ કાપવાની સખત મનાઈ છે.
2) ગુજરાતમાં ઘણા બધા ઘરમાં છત્રી ખોલવા પર પ્રતિબંધ છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી આપણા ઘરમાં આર્થિક નુકસાન આવી શકે છે,જોકે વૈજ્ઞાનિક કારણો એવું કહે છે કે ઘરમાં છત્રી ખોલવાથી આસપાસની ચીજોને નુકસાન થાય છે માટે ઘરમાં છત્રી ખોલવી ના જોઈએ.
3) તમે લોકોના થ્રેડમાં અથવા ઘર, દુકાન વગેરેના દરવાજા પર લટકાવેલા લીંબુ અને મરચાને દોરામાં બાંધેલા જોયા હશે.ગુજરાતમાં મોટા ભાગના લોકો આવું કરે જ છે ખાસ કરીને પોતાની દુકાન,ઘર,કે પોતાની મિલકત પીઆર આવું લટકાવે છે.આ બાબતે એવું માનવામાં આવે છે કે તે ખરાબ દૃષ્ટિને આપણા સુધી આવતી અટકાવે છે.
4) ગુજરાતમાં લોકો તૂટેલા ગ્લાસમાં ચહેરો જોવાની મનાઈ ફરમાવતા પણ આપણે ઘણી વાર સાંભળ્યુ છે અને મોટા ભાગના લોકો આવું કરતાં પણ નથી.આના પાછળ આપણા ગુજરાતીમાં એવું કહેવામાં આવે છે કે તૂટેલા કાચમાં ચહેરોજોવાથી આપણું નસીબ તૂટી જાય છે.અને આપણું નસીબ આપણો સાથ આપતું નથી.
5) આપણે એવું પણ સાંભળીએ જ છીએ કે સૂર્યના અસ્ત થયા પછી નખ અને વાળ કાપવા એ ગુજરાતમાં માનવામાં આવતી એક મજબૂત અંધશ્રદ્ધા છે. અને તેના જ કારણે સાંજે સાવરણીથી સફાઈ કરવા પર પણ પ્રતિબંધિત મૂકી દે છે.