CrimeIndia

લિવ-ઇનમાં રહેતી પાર્ટનરની હત્યા કરી મનોજે લાશના ટુકડાને કૂકરમાં પકાવ્યા અને કૂતરાને ખવડાવી દીધા

મુંબઈથી એક મોટા સમાચાર આવ્યા છે જ્યાં મીરા રોડ વિસ્તારની એક સોસાયટીમાંથી એક મહિલાની લાશ મળી આવી છે. મહિલાની લાશ અનેક ટુકડાઓમાં મળી આવી હતી. મહિલાનું ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે મહિલાનું નામ સરસ્વતી વિદ્યા જણાવવામાં આવી રહ્યું છે અને તે તેના લિવ-ઈન પાર્ટનર મનોજ સાને સાથે રહેતી હતી. લિવ ઇન પાર્ટનરની ઉંમર 56 વર્ષ છે.

દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસ જેવો જ એક કિસ્સો મુંબઈથી સામે આવ્યો છે. જ્યાં 56 વર્ષીય વ્યક્તિએ તેની 32 વર્ષના લિવ-ઈન પાર્ટનરની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી કુકરમાં પકાવીને કૂતરાઓને ખવડાવી દીધા.આ કેસમાં થાણે કોર્ટે મનોજ સાનેને 16 જૂન સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.

મીરા રોડ મર્ડર કેસમાં સુત્રો પાસેથી મોટા સમાચાર છે કે લાશના ટુકડા કરી કુકરમાં રાંધવામાં આવ્યા હતા. આરોપીએ મહિલાના શરીરના ટુકડા કરી કુકરમાં રાંધીને કૂતરાઓને ખવડાવી દીધા હતા. મીરા રોડ વિસ્તારમાં આવેલી સોસાયટીના ફ્લેટમાંથી મહિલાની લાશ મળી આવી હતી. લોકોએ ફ્લેટમાંથી દુર્ગંધ આવવાની ફરિયાદ કરી હતી અને બાદમાં પોલીસને ફ્લેટમાંથી શરીરના અંગો મળી આવ્યા હતા.