IndiaNews

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે ( Mumbai – Pune Expressway) પર ટ્રકની બ્રેક ફેલ, 12 વાહનો અથડાયા, 6 ઘાયલ

Mumbai Pune Expressway accident

મહારાષ્ટ્રમાં મુંબઈ-પુણે એક્સપ્રેસ વે (Mumbai – Pune Expressway) પર ગુરુવારે બ્રેક ફેલ થવાને કારણે એક ટ્રકે અનેક વાહનોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં છ લોકો ઘાયલ થયા છે. અધિકારીઓએ આ માહિતી આપી છે. એક અધિકારીએ જણાવ્યું કે રાયગઢ જિલ્લાના ખોપોલી પાસે ટ્રકે ઓછામાં ઓછા 12 વાહનોને ટક્કર મારી હતી, જેમાં છ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. ઈજાગ્રસ્તોમાં કોઈને કોઈ મોટી ઈજા નથી. અકસ્માતનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. મહિનાની શરૂઆતમાં Mumbai – Pune Expressway પર તેમની કાર એક ટ્રક સાથે અથડાતાં ચાર લોકોના મોત થયા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે કાર ખૂબ જ ઝડપે જઈ રહી હતી. તે પહેલા ડિવાઈડર સાથે અથડાઈ અને પછી રોડની બાજુમાં પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ. કારમાં સવાર છ લોકો ઘાયલ થયા.” તેણે કહ્યું, “પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. મુંબઈ તરફ જતા ટ્રાફિકને થોડો સમય અસર થઈ હતી. જુઓ વિડીયો: