VadodaraGujarat

વડોદરામાં નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે મહાનગરપાલિકાની સખ્ત કાર્યવાહી, 81 દુકાનો સીલ કરાઇ

વડોદરા શહેરથી મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાના કેટલાક વિસ્તારોમાં ખાણીપીણીના વિક્રેતાઓ દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા શહેર નાં કેટલાક વિસ્તારોની દુકાનો સીલ કરી દેવામાં આવી છે. તેના લીધે રાત્રી બજાર ના વેપારીઓ ની ચિંતા વધી ગઈ છે.

વડોદરા શહેરમાં રાત્રિ દરમ્યાન ચાલતી ખાણીપીણીનાં રાત્રિ બજારનાં વિક્રેતાઓ દ્વારા મહાનગરપાલિકા ના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતા દુકાનો અને લારી ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. વિક્રેતાઓ દ્વારા ગંદકી, ખોરાકની ગુણવત્તા ન જળવાતા તેમજ ભાડે આપેલી દુકાનો દ્વારા બહાર શેડ બનાવી ધંધો કરવાની સાથે રસ્તા પર દબાણ ઉભું કરી ગેરકાયદેસર ચાલી રહેલી દુકાનો સીલ કરી દેવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના કારેલીબાગમાં 31, સયાજીપુરા માં 29 અને સયાજીબાગ સામે ડોમમાં 21 દુકાનો સીલ કરાઈ છે. જ્યારે તંત્ર દ્વારા અચાનક જ હાથ ધરવામાં આવેલી કાર્યવાહીને લીધે વેપારીઓ દ્વારા વિરોધ પણ કરાયો હતો.