આ નવા વર્ષ નિમિત્તે લોકોને મોંઘવારીમાંથી થોડી રાહત મળી છે. સરકારી કંપનીઓએ 1 જાન્યુઆરી 2022 એટ્લે કે આજથી LPG ગેસના ભાવમાં ઘટાડો કર્યો છે.આ પછી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીઓએ શનિવારે કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના 19 કિલો વજનના ભાવમાં 102.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
સમાચાર મુજબ,આ પછી હવે દિલ્હીમાં કોમર્શિયલ LPG સિલિન્ડરની કિંમત ઘટીને 1,998.50 રૂપિયા થઈ ગઈ છે.નવી કિંમતો 1 જાન્યુઆરી, 2022 થી લાગુ થઈ ગઈ છે.કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાથી ઢાબા, રેસ્ટોરન્ટ અને ચાની દુકાનોને ફાયદો થશે.
ગયા મહિને કંપનીઓએ આ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો વધારો કર્યો હતો.દરમિયાન,સરકારે 14.2 કિગ્રાના ઘરેલુ LPG સિલિન્ડર અને 10 અને 5 કિલોના નાના સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
સરકારી ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે અને તે પછી તેમાં સુધારો કરવામાં આવે છે.કિંમતોમાં આ ફેરફાર તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થાય છે.