GujaratNavsariSouth Gujarat

નવસારીના આસુંદર ગામમાં પતિની હત્યામાં પત્નીની ધરપકડ કરાઈ, જાણો શું છે સમગ્ર મામલો?

રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને સતત ઘટનાઓ સામે આવતી રહે છે. જ્યારે આજે આવી જ એક બાબત સામે આવી છે. નવસારીના આસુંદર ગામમાં પતિની હત્યા પત્ની દ્વારા કરવામાં આવી હોવાનું સામે આવી છે. આ બાબતમાં પતિની હત્યાની પત્નીની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. તેના લીધે 3 વર્ષ અને 11 વર્ષના બાળકોને માતા-પિતા ગુમાવવાનો વારો આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, 30 જુલાઈના આસુંદર ગામની સીમના કૂવામાંથી 32 વર્ષીય સાર્દુલ મેઘાભાઈ મીરની ડૂબેલી હાલતમાં લાશ મળી હતી. ગ્રામ્ય પોલીસ દ્વારા લાશ મળતા શરૂઆતમાં આ મામલામાં અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરવામાં આવી હતી.

આ મામલામાં વધુ તપાસ કરતા પોલીસને શંકા ગઈ હતી કે, આ યુવકની હત્યા કરવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલામાં કરતા સામે આવ્યું કે, 27 મી જુલાઈના રોજ મરનાર સાર્દુલ મીર સીમમાં કુવા પાસે ગયા તે સમયે તેની સાથે અન્ય બે ઈસમો પણ રહેલા હતા. તેની તપાસ કરવામાં આવી તો જાણકારી મળી કે, આ બંને ઈસમો મેહુલ મીર અને અનિલ હળપતિ રહેલા હતા. તેમની સખ્તાઈથી પૂછપરછ કરવામાં આવતા બંનેએ હત્યા કરી હોવાનું સ્વીકારી લીધું હતું.

તેની સાથે જાણકારી મળી છે કે, મરનાર સાર્દુલ મીર ની પત્ની જ્યોતિ સાથે હત્યારા મેહુલ મીર નો છેલ્લા ત્રણ વર્ષથી પ્રેમ સંબંધ રહેલો હતો. બીજી તરફ મરનાર સાર્દુલ મીરને શારીરિક ખામી હોવાના લીધે બાળકો થતા નહોતા તેના લીધે તે તેની દવા પણ લઇ રહ્યો હતો. આ દરમિયાન પત્ની જ્યોતિ બાળકો તથા પતિ સાર્દુલ મીરને શંકા ગયેલી હતી. આ મામલામાં અવારનવાર પત્ની જ્યોતિ સાથે તેનો ઝઘડો પણ થતો હતો. આ કારણોસર જ્યોતિ બેન દ્વારા પોતાના પ્રેમી મેહુલને આ મામલામાં વાત કરતા જણાવ્યું કે, આપણા પ્રેમ સંબંધની જાણ જો સમાજને થઇ જશે તો ભારે બદનામી નો સામનો કરવો પડી શકે છે તેના લીધે સાર્દુલનું કંઇક કરવું પડશે. તેના લીધે જ્યોતિ બેન ના પ્રેમી મેહુલ દ્વારા  સાર્દુલ ને પતાવી નાખવા માટે કાવતરું ઘડવામાં આવ્યું હતું. તેની સાથે રૂપિયા 10,000 આપી અનિલ હળપતિને સાથે લઈને સાર્દુલને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.

આ મામલામાં નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા હત્યામાં સંડોવાયેલી બંને બાળકોની માતા જ્યોતિ મીર સહિત તેના પ્રેમી મેહુલ મીરની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે પિતાની હત્યા અને માતાના જેલમાં જવાથી બાળકોના ભવિષ્યને લઈને ચિંતા વધી છે.