મહારાષ્ટ્રમાં ભાજપને પોતાની શક્તિનો પરચો બતાવવા શિવસેના-NCP અને કોંગ્રેસે 162 ધારાસભ્યોને એકસાથે હોટેલમાં ભેગા કર્યા હતા. NCP અધ્યક્ષ શરદ પવાર અને સુપ્રિયા સુલે હોટેલ પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે તેમજ શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે પણ હાજર રહ્યા હતા.શક્તીપ્રદર્શનમાં ઉદ્ધવ ઠાકરે તેમજ એનસીપીના શરદ પવારે ભાજપને રીતસરનો પડકાર ફેંક્યો હતો.
શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ટહુકરે એ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે અમે 25 વર્ષથી તમારી સાથે હતા પણ તમે શિવસેના ને સમજી ન શક્યા.અમે હવે બતાવીશું કે શિવસેના શું ચીજ છે. સત્યમેવ જયતે જરૂરી છે સત્તા માં જયની જરૂર નથી. અમે 5 વર્ષની સરકાર બનાવવા સાથે નથઇ આવ્યા લાંબા સમય માટે સાથે આવ્યા છીએ.
શરદ પવારે કહ્યું કે આ ગોવા, મણિપુર નથી મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રની જનતા માટે અહીં ભેગા થયા છે. જોડાણો લાંબા સમય માટે હોય છે, ફક્ત તે સમય માટે નહીં. ભાજપ પર સખ્તાઇ લેતા તેમણે કહ્યું કે જે લોકો કેન્દ્રમાં છે તેઓએ બીજા રાજ્યમાં આ કામ કર્યું હતું. આ તેમનો ઇતિહાસ છે. તેઓએ આ સરકાર ખોટી રીતે બનાવી છે. પવારે કહ્યું કે મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે.
મોટાભાગના વિજેતા ધારાસભ્યો અહીં છે. કર્ણાટક, ગોવા, મણિપુરમાં બહુમતી ન હોવા છતાં, તેઓએ સત્તાનો દુરુપયોગ કરીને સરકારની રચના કરી. દેશનો ઇતિહાસ હવે બદલાશે, જે મહારાષ્ટ્રથી શરૂ થશે. અજિત પવાર વિશે પહેલી વાર ખુલ્લેઆમ બોલતા શરદ પવારે કહ્યું કે તેઓને વિધાનસભા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા પણ તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો. શરદ પવારે ભાજપને જવાબ આપવાની વાત કરતા ઉમેર્યું કે હવે તો શિવસેના પણ આપણી સાથે છે.