નવસારીના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા નવ સુરતીઓ પકડાયા
નવસારી જિલ્લામાં ગામના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણવી સુરતીઓને ભારે પડી છે. કેમકે તેમની દારૂની મહેફિલમાં ગ્રામ્ય પોલીસ ત્રાટકી હતી. નવસારી મરોલી માર્ગ પર આવેલ આસુંદર ગામમાં વિલેજ સીટી ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણી રહેલ 9 લોકોની નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. પોલીસને આ દરમિયાન મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવતા તેને જપ્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ, નવસારીના આસુંદર ગામના ફાર્મ હાઉસમાં ચાલી રહેલી દારૂની મહેફિલ પર ગ્રામ્ય પોલીસ દ્વારા રેડ પાડવામાં આવી હતી. નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામમાં આવેલા વિલેજ સીટી આવેલ ફાર્મ હાઉસમાં સુરતના લોકો દ્વારા દારૂની પાર્ટી માણવામાં આવી રહી હતી. એવામાં આ મામલાની જાણકારી મળતા ગ્રામ્ય પોલીસની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી.
પોલીસ દ્વારા ઘટના સ્થળ પરથી નવ સુરતીઓ નશાની હાલતમાં પકડવામાં આવ્યા હતા. ઘટના સ્થળ પરથી મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી. પોલીસ દ્વારા મહેફિલ માણી રહેલા નવ લોકો ધરપકડ કરી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સાથે ત્રણ કાર અને મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, નવસારી મરોલી માર્ગ પર આસુંદર ગામમાં આવેલા વિલેજ સીટી સોસાયટીના નવ નંબરના ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દ્વારાની મહેફિલ માનવામાં આવી હતી. આ મામલામાં ફરિયાદ પોલીસ હેડકવાર્ટ્સ સુધી પહોંચી ગઈ હતી. તેના આધારે નવસારી ગ્રામ્ય પોલીસ દ્વારા વિલેજ સીટીના ફાર્મ હાઉસમાં રેડ પાડતા મોંઘી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો અને કબાબની મહેફિલ માણી રહેલા સુરતી લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પરથી નશાની હાલતમાં 9 સુરતીઓને પકડવામાં આવ્યા હતા. આ મામલામાં નવ લોકોની ધરપકડ કરી નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.