Gujarat

કોરોના મહામારી વચ્ચે નીતિન પટેલનો મોટો ધડાકો: ગુજરાતને પુનઃસ્થાપિત થતા આટલા મહિના લાગી જશે

છેલ્લા કેટલાય સમય થી સમગ્ર વિશ્વ કોરોનાના કહેરથી પરેશાન છે. કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે કેસ ઓછા થતા નથી એના કારણે લોકોને અને સરકારને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે.છેલ્લા લગભગ 2 મહિનાથી રાજ્ય સહિત દેશભરમાં કોરોનાના પગલે લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે .લોકોના સમગ્ર ધંધા રોજગાર આ દરમિયાન બંધ રહેતા રાજ્યમાં ખુબ આર્થિક નુકસાન થયું છે.આ મહામારી ના કારણે રાજ્યમાં કામ કરતા પરપ્રાંતીય લોકોએ પણ પોતાના વતન જવા મજબુર થયા છે.આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.

તમને જણાવી દઈએ કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એક અખબારને ઇન્ટરવ્યુ આપ્યું હતું.તેમાં એમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં લોકડાઉન ખૂલવાથી કોરોનાને લઈને લોકોને કોઈ પણ તકલીફો પડશે નહી.એમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાનો ભય હજી પણ રહેશે આ મહામારીને હવે ભગવાન જ રોકી શક્જે એમ છે.આપણાથી તો ખાલી પ્રયત્નો જ થાય એમ છે.નીતિન પટેલે કહ્યું હતું કે કોરોનાના કારણે પોતાના વતન ગયેલા શ્રમિકો જલ્દીથી ગુજરાત પાછા આવશે કેમકે એમને ત્યાં જોઈએ એવી રોજ્ગારી મળતી નથી.એમણે એવું પણ ઉમેર્યું હતું કે રાજ્યને ફરીથી બેઠું થતા હજી 6 મહિના જેટલો સમય લાગશે,ગુજરાત સંપૂર્ણ રીતે ક્યારે બેઠું થશે તેની હાલ કોઈ જ ગેરંટી નથી.છેલ્લા 2 મહિનામાં થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે હજી ઘણો ટાઈમ લાગી શકે છે.

ઈન્ટરવ્યું માં એમણે કહ્યું હતું કે આ વાયરસ સમગ્ર દુનિયા માં પહેલી વખત જ આવ્યો છે એટલે એનો અભ્યાસ કરવામાં સમય લાગી શકે છે અત્યારે એનું અનુમાન ન લગાવી શકાય કે આ મહામારી ક્યારે જશે, આને હવે ભગવાન જ રોકી શકે આપણે એની સામે ભેગા મળીને લડશું.એમણે કહ્યું હતું કે અત્યારે રાજ્ય માટે આર્થિક રીતે ખુબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે.અત્યારે આવક બંધ થઇ ગઈ છે અને આ આવક હવે ક્યારે ભરપાઈ થઇ શકશે એ નક્કી નથી.આના કારણે સરકાર પર પણ મોટો બોજો છે.પરંતુ પ્રજાના હિતમાં લોકોના આરોગ્ય અને સુરક્ષા માટે સરકાર દ્રારા કોઈ પણ જાતની કચાસ રાખવામાં નહિ આવે.નીતિન પટેલે ઉમેર્યું હતું કે કોરોના પાછળ રોજના કરોડ રૂપિયા ખર્ચ થઇ જાય છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે લોકડાઉનના કારણે ધંધા-રોજગાર બંધ થતા શ્રમિકોની હાલત ખુબ જ કફોડી બની છે. તેથી ગુજરાતમાં રોજગારી મેળવવા આવેલા શ્રમિકોને ધંધા રોજગાર બંધ થઈ જતા હાલાકીનો સામનો કરવાનો વારોપ આવ્યો છે. અહી ઉલ્લેખનીય છે કે પરપ્રાંતીય શ્રમિકોને રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન પરત મોકલવા માટેની વ્યવસ્થા ગોઠવી આપવામાં આવી હતી. અહં ઉલ્લેખનીય છે કે મોટાભાગે શ્રમિકો તેમના વતન પહોંચી ગયા છે ત્યારે એક એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, વતન ગયેલા શ્રમિકોમાંથી 65 ટકા જેટલા શ્રમિકો હવે પરત નહીં આવે તો રાજ્યમાં 50થી 55 ટકા જેટલા ઉદ્યોગોને માંથી અસર થઇ શકે છે.

તમને જણાવી દઈએ કે આ ઈન્ટરવ્યું માં નાયબ મુખ્યમંત્રીએ આગળ કહ્યું કે, 6 વખત 4 કરોડથી વધુ નાગરિકોને વિનામૂલ્યે અનાજ આપ્યું છે. તેમજ અન્ય ગરીબો માટે ભોજનની વ્યવસ્થા પણ રાજ્ય સરકારે કરી છે. જો કે સદનસીબે સેવાભાવિ સંસ્થાઓ અને દાતાઓએ પણ એક કરોડથી વધુ લોકોને જમાડ્યા છે. એમણે ઉમેર્યું હતું કે આટલો બધો ખર્ચ વધ્યો છે આવક પણ બંધ છે, છતાં આવશક્ય વસ્તુઓની તંગી પડવા દીધી નથી.