50 દિવસના લોકડાઉન બાદ નીતિન પટેલે કહ્યું, “કોરોના કોરોના” કરીને હવે ઘરે બેસી રહેવું પોષાય તેમ નથી
કોરોના મહામારીને પગલે દેશમાં છેલલા 50 દિવસથી લોકડાઉન છે. લોકડાઉન ને કારણે દેશમાં ધંધા-રોજગાર ને ભારે અસર થઇ છે ત્યારે પીએમ મોદીએ આર્થિક ગતિવિધિ માટે 20 લાખ કરોડના પેકેજની પણ જાહેરાત કરી હતી. ગુજરાતમાં પણ ધંધા-રોજગાર બંધ થતા ગરીબ અને મધ્યમ વર્ગને ભારે અસર થઇ છે ત્યારે રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે.
નીતિન પટેલે કહ્યું કે રાજ્યના કામો પ્રોજેક્ટો અમલમાં આવવાનું શરુ થઇ જાય તે બધું આર્થિક કામો પણ જરૂરી છે. ફક્ત આપણે કોરોના કોરોના કરીને ઘરમાં બેસી રહીએ એ પરિસ્થિતિ હવે ચાલે તેમ નથી અને અમે ચલાવવા પણ માંગતા નથી.નીતિન પટેલે કહ્યું કે કોરોના ની મહામારી ચાલુ છે, નિષ્ણાતો એમ કહે છે કે લાંબા સમય સુધી કોરોના ની મહામારીવત્તા ઓછા અંશે ચાલુ રહેવાની છે. ત્યારે રાજ્યના નાગરિકોના હિત માટે એમના પરિવારના ગુજરાન માટે વેપાર ધંધા મજૂરી ખેતી ઉદ્યોગો ચલાવવા પણ જરૂરી છે.
અત્યારે લોકડાઉન નું કડક થી પાલન થાય છે નાગરિકો પણ સહકાર આપે છે. હવે એક તબક્કો આવ્યો છે કે કોરોના ઉપરની કામગીરી પર આપણે જાણકાર થઇ ચુક્યા છીએ. સારવારની વ્યવસ્થા-પદ્ધતિ ગોઠવી શક્યા છીએ. હવે લાંબા સમય સુધી લોકોને વેપાર-ધંધા, ખેતી,પશુપાલન,નોકરી બંધ રહે તો વ્યક્તિ પરિવાર બેહાલ થઇ જાય , રાજ્યની આર્થિક સ્થિતિ પણ બેહાલ થઈ જાય. એવું થવા દેવું વ્યાજબી નથી. તેથી તબક્કાવાર લોકડાઉનમા પણ હળવાશ આપવામાં આવી રહી છે.
જો કે હવે દેશમાં ચોથા લોકડાઉન ની શરૂઆત થવા જઈ રહી છે. દેશમાં અને રાજ્યમાં પણ કોરોના ના કેસ હજુ વધી જ રહ્યા છે ત્યારે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કહ્યું છે કે હવે ઘરે બેસી રહેવું યોગ્ય નથી.