ચૂંટણીમાં ભલે ઉમેદવાર તરીકે નીતિન પટેલ ઉભેલ નથી તેમ છતાં તેમના નિવેદનોના લીધે તે ચર્ચામાં બન્યા રહે છે. મહેસાણામાં ઉમેદવારી પરત ખેંચીને નીતિન પટેલ દ્વારા આડકતરી રીતે પક્ષના નિર્ણયને માન આપવામાં આવ્યું હતું. એવામાં મહેસાણામાં વિશ્વ ઉમિયા ધામના એક કાર્યક્રમમા નીતિન પટેલ દ્વારા સ્ટેજ પરથી વિરોધીઓ પર હુમલો કરવામાં આવ્યો હતા. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પત્ની જેનું સાંભળતી નથી એવા લોકો મને સલાહ આપવા આવે છે.
તમને જણાવી દઈએ કે, વિશ્વ ઉમિયા ધામ આયોજિત માં ઉમિયા નો દિવ્ય રથ પરિભ્રમણ પર નીકળેલ છે. એવામાં મહેસાણામાં મોઢેરા રોડ પર હજારોની સંખ્યામાં પાટીદાર મહિલાઓ દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેસાણામાં વિશ્વ ઉમિયાધામ દિવ્ય રથ પરીભ્રમણ યાત્રા પહોંચતા આ પ્રસંગ પર નીતિન પટેલ દ્વારા કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે, સમાજનું પીઠબળ, સમર્થન અને શક્તિ હોય તો સમાજનો વિકાસ થાય છે. કોઈ દ્વારા ટીકા કરવા કરવામાં આવી છે કે, મંદિરો બનાવીને શું કરવાનું. આ મંદિર વિશ્વમાં ઊંચામાં ઊંચું બનવા તરફ જઈ રહ્યું છે. કોઈ કામ ઝડપથી પૂર્ણ થાય નહીં, તેમાં સમય લાગે છે.
તેની સાથે નીતિન પટેલ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, હું ધારાસભ્ય હતો ત્યારે ગમે તે મને સલાહ આપવામાં આવતા. જયારે “જેના ઘરમાં બૈરૂ પણ પાણી પીવડાવતું નથી તે અમને સલાહ આપવા આવે છે.” આવા નેતાઓને સલાહ આપવાનું બંધ કરવા નીતિન પટેલ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. જ્યારે સલાહ આપનારને પોતાની કેપેસિટી જોવી પડે.
વધુમાં તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામનાં પ્રમુખ આર પી પટેલ, ભાજપ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને અગ્રણીઓએ હાજરી આપી હતી. આ મંચ ઉપરથી નીતિન પટેલ દ્વારા ફરી એકવાર શબ્દોથી પ્રહાર કરવામાં આવ્યા હતા.