સુરતના તામરેજ ગામમાં ચોરોને ચોરી કરવી પડી ભારે, ગામના લોકોએ ઝડપી પાડી ચોરોને મેથીપાક ચખાડ્યો અને પછી…..
સુરત શહેરના તામરેજના સેવણી ગામમાં ચોરોને ચોરી કરવી ભારે પડી છે. કેમ કે, સુરતના તામરેજના સેવણી ગામમાં ખેડૂતના ખેતરમાંથી કુવામાંથી મોટરની ચોરી કરવા માટે ચોરો આવેલા હતા. પરંતુ મોટર ચોરી કરીને નાસી રહેલા ચોરોને ખેડૂતો દ્વારા પકડી પાડી તેમને સબક શીખાવાડવામાં આવ્યો હતો. ચોરોને ગામના લોકો દ્વારા મેથીપાક આપવામાં આવ્યો હતો.
સુરત શહેરમાં તસ્કરોનું જોર વધ્યું છે. જાણે કોઈનો પણ ભય ના હોય તેમ તે ગુનાઓ આચરી રહ્યા છે. ત્યારે આજે કામરેજ તાલુકામાં તસ્કરોને ઝડપી પાડતા લોકો દ્વારા માર મારવામાં આવ્યો હતો. કામરેજના સેવણી ગામમાં ધોળે દિવસે ત્રણ તસ્કરો ખેતરમાંથી પાણીની મોટરની ચોરી કરી લેવામાં આવી હતી. ત્યાર બાદ અંગે ખેડૂતને જાણ થતા તસ્કરોનો ખેડૂતો દ્વારા પીછો કરવામાં આવ્યો હતો.
ખેડૂત દ્વારા કામરેજનાં ખાનપુર ગામમાં લોકોની મદદથી ત્રણ પૈકી બે ચોરોને પાણીની મોટર સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. લોકો દ્વારા સજા રૂપે લોખંડની એંગલ સાથે બાંધી બંનેનું જાહેરમાં મુંડન કરવામાં આવ્યું હતું. જ્યારે ચોરોની અડધી મૂછ પણ અડધી કાઢી નાખવામાં આવી હતી. તેમજ માર મારીને કામરેજ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની જાણ કરી આરોપીઓને કામરેજ પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા.