ગરીબીના કારણે ઘણી વખત ભૂખ્યાપેટ સૂવું પડતું, દીકરો મહેનત કરીને બની ગયો પાયલેટ, હવે દર મહિને પગાર છે અઢી લાખ રૂપિયા

જીવનમાં મહેનત કરો તો કોઈ પણ મુકામ ને હાંસલ કરવો શક્ય છે. રાજસ્થાનના ટોંક જિલ્લામાં રહેતા યુવાને આ વાતને સાબિત કરી બતાવી છે. આ યુવકના પરિવારની સ્થિતિ એવી હતી કે ઘણી વખત રાત્રે ભોજન પણ ન હોય અને ભૂખ્યા પેટ સૂઈ જવું પડતું. પરંતુ દીકરાએ મહેનત કરીને હવે ઘરની સ્થિતિ બદલી દીધી છે.
આ યુવાનનું નામ દીપક કુમાવત છે. નાનપણથી તેનું સપનું હતું કે તે પાયલોટ બને અને તેણે આ રસ્તા પર જ આગળ વધવાનું નક્કી કર્યું. આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી તેને ઘણી સમસ્યાનો સામનો કરવો પડ્યો પરંતુ અંતે તેનું સિલેક્શન થઈ ગયું અને તે હવે પાયલોટ બની ચૂક્યો છે. એક સમયે પરિવારને ભૂખ્યા પેટ સૂઈ જવું પડતું હતું પરંતુ હવે દીપક મહિને અઢી લાખ રૂપિયા કમાય છે.
દિપક ચાર બહેનોમાં એકમાત્ર ભાઈ છે. તેના પિતાને એક નોકરી હતી જેથી તે બાળકોને ભણાવી શકતા હતા. પરંતુ ઘણી વખત આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી ઘરમાં ખાવા પીવાના પણ ફાફા પડી જતા. 2011માં તેના પિતાનું એક અકસ્માતમાં મોત થઈ ગયું ત્યાર પછી પરિવારની હાલત ફરીથી ખરાબ થઈ ગઈ.
દીપકની માતા સિલાઈ કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતી અને બાળકોને ભણાવતી. તેને દીપક ને ભણવા માટે દિલ્હી મોકલ્યો અને ત્યાંથી દીપક એ ભણવાની સાથે નોકરી કરીને પાયલોટ નો અભ્યાસ પણ કર્યો. ટ્રેનિંગ લીધા પછી પણ તેને બે વર્ષ સુધી નોકરી મળી નહીં પરંતુ દીપક નિરાશ થયો નહીં.અંતે તેની મહેનત રંગ લાવી અને તેનું સિલેક્શન પાઈલટ તરીકે થઈ ગયું. હવે તેને અઢી લાખ રૂપિયાના પગાર ની નોકરી મળી ગઈ છે.