AhmedabadGujaratMadhya Gujarat

લો બોલો…ABVP-NSUIના ઘર્ષણના વિડીયો આખા ગામે જોયા પણ પોલીસ હજી હુમલાખોરોને નથી ઓળખી શકી

અમદાવાદઃ મંગળવારે પાલડી વિસ્તારમાં ABVP અને NSUIના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં NSUI નિખિલ સવાણી પર જીવલેણ હુમલો કરાયો હતો.આ આખી ઘટના ના વિડીયો પણ સોશિયલ વાઇરલ થયા છે અને કોણે હુમલો કરાયો તે પણ સ્પષ્ટ દેખાય છે. નવાઈની વાત તો એ છે કે આ સમયે પોલીસ ત્યાં જ હાજર હતું છતાં પોલીસ હજી હુમલાખોરોને ઓળખી શક્તિ નથી. પોલીસે તો અજાણયા લોકો સામે ગુનો નોંધ્યો છે જો કે વીડિયોમાં દેખાતા લોકો તો ગુજરાતની સત્તાધારી પાર્ટીના મોટા નેતાઓ છે.

NSUI નેતા નિખિલ સવાણીએ પ્રેસ કોન્ફરસન્સમાં કહ્યું કે, મારી પર હુમલો થયો તેના સ્પષ્ટ વિડીયો ફૂટેજ વાઇરલ થયા છે. સ્થળ પરના સીસીટીવી ફૂટેજ મેળવીને પોલીસ કેમ તપાસ નથી કરતી. નિખિલે પોલીસ પર પન્ન આરોપ લગાવ્યા કે, પોલીસ ફરિયાદમાંથી ભાજપના ઋત્વિજ પટેલનું નામ કાઢવા દબાણ કરી રહી છે અને હજુ સુધી ફરિયાદ પણ નોંધી નથી.નિખિલના કહેવા મુજબ જો પોલીસ ફરિયાદ નહીં નોંધે તો તે હાઇકોર્ટના દ્વાર ખખડાવશે.સવાણીએ કહ્યું હતું કે આ મામલે પોલીસની ભૂમિકા પર જ પ્રશ્નો થાય છે.