જૂની પેન્શન યોજનાને લઈને ફરી આંદોલનના શૂર ઉભા થયા, નવા શિક્ષણમંત્રી સામે જ આંદોલનની ચિમકી
જૂની પેન્શન યોજનાને લઈને ફરી આંદોલનના શૂર ઉભા થયા છે. જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા મુદ્દે શિક્ષણસંઘે 23 જાન્યુઆરીના આંદોલન કરવાની જાહેરાત કરી હતી. તેની સાથે આ જાહેરાત ભૂપેન્દ્ર પટેલની 2.0 સરકારના નવા શિક્ષણમંત્રી કુબેર ડિંડોરની હાજરીમાં કરાય હતી.
તમને જણાવી દઈએ કે, રાજ્યના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા રવિવારના સાળંગપુરમાં કારોબારી બેઠક બોલાવવામાં આવી હતી અને તેમાં શિક્ષણમંત્રીના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હોવાના લીધે કુબેર ડિંડોર પણ હાજર રહ્યા હતા. અહીં બધાને સંબોધન કરતા સમયે શિક્ષણ સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા પોતાના કેટલાક પ્રશ્નો રાખવામાં આવ્યા હતા અને તેનું નિરાકરણ લાવવાની માગ પણ કરી હતી. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું હતું કે, ઓલ ઈન્ડિયા સંગઠન જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે દેશભરમાં કાર્યક્રમ કરવામાં આવશે.
દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જૂની પેન્શન યોજના મુદ્દે 23 જાન્યુઆરીથી આંદોલન શરૂ કરાશે જ્યારે તેમના દ્વારા આડકતરી રીતે ઈશારો કરવામાં આવ્યો હતો. આ સિવાય 2023 ની લોકસભાની ચૂંટણી પહેલા સાત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી થવાની હોવાના પહેલા કાર્યક્રમો નક્કી કરાયા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. શિક્ષકોની લાંબા સમયથી પડતર માંગણી રહેલી છે અને તેથી હવે તેઓ આંદોલતન કરશે તેમ તેમણે જણાવ્યું હતું.
તેની સાથે તમને જણાવી દઈએ કે, આ બેઠકમાં અખીલ ભારતીય શિક્ષક સંઘના પ્રમુખ રામપાલ સિંહે પણ હાજરી આપી હતી. તેમના દ્વારા વીજળી, નોકરી અને પેન્શનનું સૂત્ર આપવામાં આવ્યું હતું. તેની સાથે તેમને જણાવ્યું કે, જો ભાજપ આ ત્રણ વસ્તુ આપી શકશે તો તેમને 156 નહીં પરંતુ 182 બેઠક પ્રાપ્ત થશે. ‘પેન્શન મુદ્દે અમારી લડાઈ ચાલુ છે અને ચાલુ જ રહેશે. જો ધારાસભ્યો અને સાસંદને પેન્શન મળતું હોય તો શિક્ષકોને કેમ નહીં?’, તેમ તેમણે જણાવ્યું હતું. ત્યારબાદ શિક્ષણમંત્રી દ્વારા તમામ મુદ્દાનો ઉકેલ લાવવાની ખાતરી પણ આપવામાં આવી હતી