SaurashtraGujaratJunagadh

જુનાગઢ સ્વામિનારાયણ મંદિરના જે. કે. સ્વામી સહિત સાત લોકો સામે એક કરોડની છેતરપિંડીની ફરિયાદ

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે. કે. સ્વામી ફરી ચર્ચામાં આવ્યા છે. કેમકે તેમની સામે વધુ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરતના વોર્ડ નંબર 22 ના ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી સાથે જે. કે. સ્વામી દ્વારા 1 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ત્યારે હવે સુરતના વોર્ડ નંબર 22 ના કોર્પોરેટર સાથે છેતરપિંડી કરવામાં આવતા તેમના દ્વારા જે. કે. સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજીએ જે. કે. સ્વામી અને તેમના સાગરીતો સામે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રિઝા ગામે સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટના નામે છેતરપિંડી કરી હોવાની જાણકારી સામે આવી છે. રિઝા ગામમાં સ્વામિનારાયણ મંદિર અને ગુરુકુળના પ્રોજેક્ટ બનાવવા માટે 700 વીઘા જમીન ખરીદવાના નામે 1 કરોડ પડાવવામાં આવ્યા હતા. ત્યારે ભાજપના કોર્પોરેટર હિમાંશુ રાઉલજી દ્વારા અંતે સ્વામી સહિત આઠ વિરુદ્ધ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર દ્વારા સુરેશ શાર્દુલ, જય કૃષ્ણ સ્વામી ઉર્ફે જે. કે. સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની સાથે જ નીલકંઠ ડેવલોપર્સના ભરત પટેલ, અમિત પંચાલ, રમેશ પંચાલ, પાર્થ ઉર્ફે મન્સૂર અને મૌલિક પરમાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

નોંધનીય છે કે, જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત જે. કે. સ્વામીને લઈને બે મહિના અગાઉ વિવાદ સામે આવ્યો છે. તેમના દ્વારા આણંદમાં પોઇચા જેવા સ્વામિનારાયણ મંદિરના પ્રોજેક્ટ બનાવવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરી હોવાની જાણકારી સામે આવી હતી. 2016 માં પ્રોજેક્ટ માટે જમીનનો સોદો કરવા 1.70 કરોડ પડાવવામાં આવ્યા હતા. તેની સાથે જ આણંદના રીંઝા ગામમાં નદીના કિનારે મંદિર બનાવવાની લાલચ આપવામાં આવી હતી. જમીન દલાલ સુરેશ ઘોરી દ્વારા એક ડોક્ટરને સંત જમીન ખરીદવા ઈચ્છે છે તેવું કહેવામાં આવ્યું હતું.