GujaratJunagadhSaurashtra

પાવાગઢ મંદિરના વિશ્રામસ્થળનો ઘુમ્મટ તૂટતા એકનું મોત, આઠને ઈજા

યાત્રાધામ પાવાગઢને લઈને એક મોટી દુર્ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવવામાં આવેલી પથ્થરની કુટીર નો ઘૂમ્મટ તૂટી પડતા મોટી દુર્ઘટના ઘટી હતી. આ દુર્ઘટનામાં ૯ જેટલા યાત્રિકો દટાઈ ગયા હતા. જેમાં એકનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતા અજ સ્થાનિક પોલીસ અને રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી. તેમના દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને લઈને પંચમહાલ જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ અપાયા છે. ઘટના બની ત્યારે સામાન્ય વરસાદ પણ વરસી રહ્યો હતો. જ્યારે વીજળી પડવાને કારણે પથ્થરનો ઘુમ્મટ ધરાશાયી થઈ હોવાની જાણકારી સામે આવી છે.

આ પણ વાંચો: આ વર્ષનું પહેલું વાવાઝોડું “Mocha” આવી રહ્યું છે, 7 થી 11 મે સુધી આ રાજ્યોમાં એલર્ટ

પ્રાપ્ત માહિતી મુજબ, માચી ખાતે નિર્માણાધીન રેન બસેરાનો ભાગ આ ઘટનામાં તૂટી ગયો હતો. આ ઘટનામાં ત્રણ યાત્રિકો પથ્થર નીચે દબાતા સ્થાનિકો દ્વારા રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ઇજાગ્રસ્તને 108 મારફતે સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. ઘટનાને લીધે અફરાતફરીનો માહોલ ઉભો થઈ ગયો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું કરુણ મોત નિપજ્યું છે, જ્યારે આઠ જેટલા લોકોને ઇજા થઈ છે. જેમાંથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત ત્રણ લોકોને વડોદરા રિફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:સોનાના ભાવમાં ભૂકંપ, એકાએક ઉછાળા સાથે સોનાના ભાવ અત્યારસુધીના રેકોર્ડબ્રેક સ્તરે