GujaratSaurashtra

શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવે પર કાર પલટી ખાતા એકનું મોત, બે ગંભીરરીતે ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના શામળાજી-હિંમતનગર નેશનલ હાઇવેથી સામે આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લાના તાજપુર કેમ્પ ગામના રહેવાસી અજય નળિયા પોતાની કાર લઈને પોતાના બે મિત્રો સાથે નીકળેલા હતા. જ્યારે અજય નળિયા દ્વારા ફૂલ ઝડપે કાર ચલાવવામાં આવી રહી હતી. એવામાં હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પહોંચતા અજય નળિયા દ્વારા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા કાર એક નહિ પરંતુ બેથી ત્રણ પલટી ખાઈને બીજી તરફના ડીવાઈડર સાથે ટકરાઈ ગઈ હતી. તેના લીધે કાર ચાલક અજય નળિયાનું ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકો ઉમેશ નળિયા અને બીજા એકને ઈજા પહોંચી હતી.

ઘટના સર્જાતા જ સ્થાનિક લોકો દોડી આવ્યા અને તેમના દ્વારા આ મામલામાં ટીંટોઇ પોલીસને જાણ કરવામાં આવી હતી. ટીંટોઇ પોલીસ ઘટનાસ્થળ પર આવીને મૃતક કાર ચાલક અજય નળિયાના મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે પોલીસ આવે તે અગાઉ મદદમાં આવેલા લોકો દ્વારા ઇજાગ્રસ્ત બંને ઈસમોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ટીંટોઇ પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈ ઈજાગ્રસ્ત ફરિયાદી ઉમેશ નળિયાની ફરિયાદ આધારે મૃતક આરોપી અજય નળીયા સામે ફરિયાદ દાખલ કરવામાં આવતા આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.