South GujaratGujarat

વધુ એકનું હાર્ટ એટેકથી મોત : મહીસાગર જિલ્લામાં તલાટીનું હાર્ટએટેકથી મોત

રાજ્યમાં સતત હાર્ટ એટેક ની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આવા જ સમાચાર મહીસાગરથી સામે આવ્યા છે. મહીસાગર જિલ્લામાં વધુ એક યુવાનનું હાર્ટ એટેકના મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં તલાટી ક્રમમંત્રી તરીકે ફરજ બજાવનાર તલાટીનું હાર્ટ એટેકના લીધે મૃત્યુ નીપજ્યું હોવાનું જાણકારી સામે આવી છે. તેના લીધે અનુ સરકારી કર્મચારીઓમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

તમને જણાવી દઈએ કે, રાજેન્દ્રસિંહ કટારા નામક યુવાનનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હાર્ટ એટેકના લીધે મોતના બનાવવામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આ કારણોસર ગુજરાતમાં હાર્ટ એટેકને લઈને ભયનો માહોલ થયો છે. કેમકે હાર્ટ એટેક નાનાથી લઈને મોટા દરેકને આવી રહ્યા છે. એવામાં હવે રાજેન્દ્રસિંહ કટારા નામક યુવાનનું હાર્ટએટેકથી મૃત્યુ નીપજ્યું છે.

હાર્ટ એટેક કેમ આવે છે?

હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.