AhmedabadGujarat

અમરનાથ યાત્રામાં ભૂસ્ખલનમાં વધુ એક ગુજરાતીનું મોત, માથામાં મોટો પથ્થર વાગતા સુરતની મહિલાનું મોત

હાલમાં સમગ્ર દેશમાં ભારેથી અતિ ભારે વરસાદી વરસ્યો છે. તેની અસર અમરનાથ યાત્રા પર પડી છે. અમરનાથ યાત્રાને અધવચ્ચે અટકાવી દેવામાં આવી છે. તેના લીધે અનેક ભક્તો રસ્તામાં અટવાઈ પણ ગયા છે. એવામાં એક મોટા સમાચાર સામે આવ્યું છે. અમરનાથની યાત્રાએ ગયેલા સુરતની મહિલાનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. સુરતના કામરેજના ઊર્મિલાબેન મોદી અમરનાથની યાત્રાએ ગયેલા હતા. જેમાં ભુસ્ખલન થતા ઊર્મિલાબેનને માથાના ભાગમાં પથ્થર વાગી ગયો હતો. તેના લીધે તેમનું મોત નીપજ્યું હતું.

તમને જણાવી દઈએ કે, ઉર્મિલાબેન મોદીની વાત કરીએ તો તે દોઢ મહિના અગાઉ જ અમેરિકાથી ગુજરાત આવ્યા હતા. તેઓ સુરત જિલ્લાના કામરેજના વતની રહેલ છે. તેમના દ્વારા અમરનાથ યાત્રાએ જવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 5 જુલાઈના રોજ તેઓ અમરનાથ જવા માટે રવાના થયા હતા. એવામાં યાત્રા દરમિયાન અચાનક ભૂસ્ખલન થઈ ગયું હતું અને તેમના માથા પર અચાનક પથ્થર પડ્યો હતો. તેના લીધે તેમનું કરુણ મોત નીપજ્યું હતું. હાલમાં ઊર્મિલાબેનના મૃતદેહને વતન લાવવા માટે પ્રયાસો શરુ કરવામાં આવ્યા છે.

જયારે માંડવીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કુંવરજી હળપતિને આ ઘટનાને જાણ કરવામાં આવી હતી. તેમના દ્વારા સરકારથી મદદ માંગવામાં આવી હતી કે, ઉર્મિલાબેનના મૃતદેહને તેમના વતન લાવવા મદદ કરવામાં આવે. જાણકારી મુજબ રાજ્યના ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી મદદ માટે આવી ગયા છે.