AhmedabadGujarat

૯ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલને લઈને થયો વધુ એક ખુલાસો, ૬ મહિના પહેલા ગાંધીનગરના એક મંદિરમાં કાર ઘુસાડી દીધી હતી

ઇસ્કોન બ્રિજ પર 20 તારીખના રોજ જેગુઆર કાર દ્વારા ભયંકર અકસ્માત સર્જવામાં આવ્યો હતો. જેમાં નવ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે અકસ્માતનો આરોપી તથ્ય પટેલ રહેલ છે. જ્યારે તેની કારની સ્પીડને લઈને FSL ની ટીમ દ્વારા ટ્રાફિક પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેમાં અકસ્માત દરમિયાન કાર 80 ની સ્પીડે નહીં પરંતુ 141.27 કિલોમીટરની સ્પીડ હોવાનું સામે આવ્યું છે. જ્યારે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને લઈને વધુ એક મોટો ખુલાસો થયો છે.

રજીસ્ટ્રેશન વગર જેગુઆર કાર ફેરવી અકસ્માત સર્જ્યો

જાણકારી મુજબ, આરોપી તથ્ય પટેલ દ્વારા 48 દિવસ સુધી રજીસ્ટ્રેશન વગરની જ જેગુઆર કાર ફેરવવામાં આવી હોવાની જાણકારી સામે આવી છે. તેનો અર્થ કે, 16 મી ડિસેમ્બરના જેગુઆર ગાડી ખરીદીને 3 ફેબ્રુઆરી સુધી ગાડીનું રજિસ્ટ્રેશન કરાવવા માં આવ્યું નહોતું.. તેની સાથે રજિસ્ટ્રેશન પહેલા જ આરોપી તથ્ય પટેલ દ્વારા જેગુઆર ગાડી થી અકસ્માત પણ સર્જવામાં આવ્યો હતો.

ગાંધીનગર જિલ્લાના એક મંદિર માં કાર ઘુસાડી 

જ્યારે આ બધાની વચ્ચે તથ્ય પટેલને લઈને વધુ એક ખુલાસો થયો છે. જેગુઆર કાર દ્વારા અત્યાર સુધીમાં ત્રણ વખત અકસ્માત સર્જવામાં આવ્યો છે. જેમાં એક અકસ્માત તો ગાડીના રજિસ્ટ્રેશન પહેલા જ થયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બીજો અકસ્માત બાદ સર્જાયો હતો. તથ્ય પટેલ દ્વારા 1 જાન્યુઆરીના રોજ વહેલી સવાર ના ફૂલ ઝડપે જેગુઆર કાર ચલાવી ગાંધીનગર જિલ્લાના એક મંદિર માં ઘુસાડી દેવામાં આવી હતી. તેના લીધે મંદિરને ભારે નુકસાન પણ થયું હતું. નવા વર્ષની પાર્ટીમાં ગયેલા તથ્ય પટેલ દ્વારા વાંસજડા ગામ થી સાણંદ તરફ જતા મેઈન રોડ પર આવેલ બળિયાદેવના મંદિરમાં કાર ઘુસાડવામાં આવી હતી.