AhmedabadGujarat

સાળંગપુર ધામ તરફથી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લું સમર્થન

ગુજરાતના ચાર શહેરોમાં બાગેશ્વર બાબાનો દિવ્ય દરબાર ભરાવા જઈ રહ્યા છે. બાગેશ્વર બાબા એટલે કે ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવે તે પહેલા જ કેટલીક જગ્યાએ તેમનો વિરોધ શરૂ થઈ ગયો છે. તો કેટલાક લોકોએ બાબાને સંપૂર્ણ સમર્થન પણ આપ્યું છે. આ બધા વચ્ચે બોટાદના પ્રખ્યાત એવા સાળંગપુર ધામના કોઠારી સ્વામી વિવેક સાગર સ્વામીએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાનું સમર્થન આપ્યું છે.

ઉલ્લેખનીય છે કે, બોટાદના વિશ્વ પ્રસિદ્ધ સાળંગપુર ધામના કોઠારી સ્વામી તેમજ વિવેક સાગર સ્વામીએ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાનું સમર્થન જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હનુમાનજીના ભક્ત હોવાથી અમે આ કાર્યક્રમ સફળ થાય તે માટે હનુમામ દાદાને પ્રાર્થના કરીએ છીએ. સનાતન હિન્દૂ ધર્મનો હાલના સમયમાં ડંકો વાગી રહ્યો છે. આ સમયમાં બાગેશ્વર ધામથી હનુમાનજીને લઈને ધીરેન્દ્ર શાસ્ત્રી લઈને દેશ અને દુનિયામાં નીકળ્યા છે ત્યારે કેટલાક લોકો તેમનો વિરોધ કરે તો તેના ઉપર ધ્યાન આપવું નહીં, અમે બાગેશ્વર બાબાને સમર્થન આપવું જોઈએ.

તમને જણાવી દઈએ કે, ગુજરાતના ચાર શહેરમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજવાનો છે આ વાતને સમાચાર સામે આવતા જ અનેક લોકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લી ચેલેન્જો આપી હતી. ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમને મંજૂરી ન આપવામાં આવે તેવું વિજ્ઞાન જાથાએ રાજકોટના કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું હતું.