SaurashtraGujaratRajkot

ક્ષત્રિય સમાજનો પુરૂષોતમ રૂપાલાને લઈને વિરોધ યથાવત : આઠ હોદ્દેદારોએ કમલમ જઈને રાજીનામા આપ્યા

રાજકોટ ભાજપ ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની મહિલા પર કરવામાં આવેલ વિવાદિત નિવેદન ને લઈને તેમનો સતત ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજનું પાર્ટ-૨ આંદોલન શરુ કરાયું છે. તેની સાથે નર્મદા જિલ્લામાં પણ પુરૂષોતમ રૂપાલા નો પણ સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લા રાજપૂત સમાજ ના ભાજપના સાત હોદ્દેદારો અને તેમના સમર્થનમાં એક બ્રાહ્મણ હોદ્દેદાર જિલ્લા કાર્યાલય ખાતે સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે.

તમને જણાવી દઈએ કે, ભાજપ દ્વારા પુરૂષોતમ રૂપાલાની ટિકિટ રદ્દ કરવામાં ન આવતા રાજ્યભરમાં ક્ષત્રિય સમાજ દ્વારા હવે આંદોલન પાર્ટ-૨ ની શરૂઆત કરવામાં આવી છે. તેના હેઠળ ગામે ગામ ભાજપનો ક્ષત્રિય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે નર્મદા જિલ્લામાં રાજપૂત સમાજના ભાજપના સાત અને એક બ્રાહ્મણ હોદ્દેદાર દ્વારા કમલમ નર્મદા કાર્યાલય ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખને સામૂહિક રાજીનામા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે તે પણ જાણકારી સામે આવી છે કે, આ હોદ્દેદારો દ્વારા આપવામાં આવેલ રાજીનામાં દરમિયાન જિલ્લાના રાજપૂત સમાજના આગેવાનો પણ તે સમયે હાજર રહેલા હતા. જ્યારે તેમના રાજીનામા સ્વીકાર્યા બાદ જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આવનારા સમયમાં રાજપૂત સમાજ અમારી સાથે જ રહેવાનો છે.