GujaratSouth GujaratSurat

ઓરિસ્સા રેલવે દુર્ઘટનાના નામે પતિની હત્યા કરીને પત્ની અને દીકરીઓ વતનમાં રવાના, જાણો શુ છે આખી મર્ડર મિસ્ટ્રી

સુરત હત્યાના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે એક ચોંકવાનારી ઘટના સામે આવી છે. જ્યાં પ રહ્યા, અને તેના કારણો પણ ચોંકાવનારા સામે આવતા હોય છે. માંગરોળ તાલુકાના પીપોદરા નામના ગામ ખાતે આવેલ ઉમંગ રેસીડેન્સીમાં વસવાટ કરતા અને લુમ્સના કારખાનામાં કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષની ઉંમરના નરેશ તુષ્ટિ નાયકનો મૃતદેહ તેમના ઘર પાસે આવેલ એક ખુલ્લી જગ્યામાં પ્લાસ્ટિકના કોથળામાંથી ગતરોજ રાત્રીના સમયે મળી આવ્યો હતો. ત્યારે નિલેશના મૃતદેહને જોઈને પોલીસને હત્યા થઈ હોવાની શંકા જતા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમાં અનેક ચોંકાવનારી બાબત સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરતા મૃતકના પાડોશીઓ સાથે પુછપરછ હાથ ધરી હતી. જેમાં મૃતકના પાડોશમાં રહેતા એવા મોહમ્મદ યાકુબ ઉર્ફે મુના મહોમદ હદિશ સાંઈ નાઓએ પોલીસને જણાવ્યું હતું કે મૃતક નરેશ તુષ્ટિ નાયકનું મૂળ વતન ઓરિસ્સા છે અને હાલ તેઓ તેમના પરિવાર સાથે અહીં રહેતા હતા. મૃતક નરેશ તુષ્ટિ નાયકે મને ફોન મરીને કહ્યું કે મેં રેલવેની તિમિત કઢાવી લીધી અને હું વતન જવાનો છું. જોકે બીજા દિવસે સવારના સમયે મૃતક નરેશ તુષ્ટિ નાયકની પત્ની તેમજ તેની બંને દીકરીઓ રૂમના દરવાજા પાસે બેસીને રડી રહ્યા હતા. ત્યારે તેઓને કેમ રડી રહ્યા છે તેવું પૂછતાં જ તેમને કહ્યું મેં તેમના સસરા વતનામ ગુજરી ગયા છે અને તેમના પતિ નરેશ વહેલી સવારના સમયે જ વતન જવા માટે રવાના થઈ ગયા છે. અમારે પણ જવે વતનમાં જવું પડે એમ હોવાથી અમને પણ વતન જવા રેલવે ટીકીટ કઢાવી આપો.

નોંધનીય છે કે, રડતા રડતા મૃતકની પત્ની અને દીકરીઓ આવું કહેતા પાડોશીએ તેમને ટિકિર કઢાવી આપી તેમજ તેમને રેલવે સ્ટેશન પર પણ મૂકી આવ્યા હતા. ત્યાર પછી મૃતક નરેશ તુષ્ટિ નાયક પરિવારના સભ્ય એવા અનિલ પ્રતાપ નામનો એક યુવક ગત તારીખ 5ના રોજ મૃતક નરેશના ઘરે આવ્યો અને તેઓએ પાડોશીને કહ્યું કે મારા કાકીએ વતનમાં અમને બધાને એવું કહ્યું છે કે ઓરિસ્સામાં બનેલ રેલવે દુર્ઘટનામાં મારા કાકા ગુજરી ગયા છે. પાડોશી પણ આ યુવકની વાત સાંભળીને ચોકી ઉઠ્યા અને પછી તરત જ તેમણે મૃતક નરેશનો ફોન કર્યો પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. ત્યારે પાડોશીએ પોલીસને જણાવ્યું કે, મૃતક નરેશની હત્યા તેની પત્ની સવિતા અને બે દીકરીઓએ મરી હોવાનું જણાવ્યું હતું.

તમને જણાવી દઈએ કે, હાલ તો પોલીસે આ સમગ્ર મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. તેમજ મૃતકની પત્નીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.