પદ્મિનીબા વાળા ખોડલધામ પહોંચ્યા, તેમણે કહ્યું કે, રૂપાલા પાંચ વખત માફી માંગે તો પણ….
રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા રાજપૂત સમાજને લઈને કરવામાં આવેલ વિવાદિત નિવેદન બાદ તેમનો રાજપૂત સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં ક્ષત્રિય મહિલા આગેવાન પદ્મિનીબા વાળા સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરે દર્શને અર્થે પહોંચ્યા હતા. ખોડલધામ ખાતે પદ્મિનીબા વાળા દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી કે, રૂપાલા પોતે ચૂંટણીમાંથી હટી જાય.
તેની સાથે પદ્મિનીબા વાળા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલા દ્વરા પાંચ લાખ વખત માફી માંગવામાં આવી પરંતુ માફી આપવામાં આવી નથી. પુરુષોત્તમ રૂપાલાએ જાતે ચૂંટણી નથી લડવી તેવું તેમને જાહેર કરી દેવું જોઈએ. પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીથી ક્ષત્રિય સમાજનો રોષ રહેલો છે. ક્ષત્રિયો સમાજથી એક જ માંગ રહેલી છે રૂપાલાની ટિકિટ રદ કરી દેવામાં આવી જોઈએ.
જ્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજના મહાસંમેલન અંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મિનીબા વાળા સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામ મંદિરના દર્શનાર્થે તે પહોંચ્યા હતા. ક્ષત્રિય સમાજ અંગે પુરુષોત્તમ રૂપાલા દ્વારા વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી હતી. તેના લીધે રાજપૂત સમાજમાં ભારે રોષ રહેલો છે. રાજકોટમાં આજે એટલે 14 એપ્રિલના રવિવાર સાંજના રાજકોટમાં રતનપર ગામે ક્ષત્રિય સમાજનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, રતનપર મંદિર નજીક 30 વીઘાના મેદાનમાં બે લાખથી વધુ લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ સંમેલનમાં રાજકોટ સિવાય અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓમાંથી ક્ષત્રિય સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલો આવવાના છે. આ સિવાય સંમેલનમાં રાજસ્થાનના ક્ષત્રિયો પણ હાજર રહેવાના છે.