India

પેટમાં થયો દુખાવો તો ડોક્ટરે કર્યું ઓપરેશન, પેટમાંથી નીકળી 63 ચમચી

હોસ્પિટલ એક એવી જગ્યા છે જ્યાં રોજ વિચિત્ર કેસ આવતા હોય છે. કેટલાક કેસ તો એવા હોય છે જેને જોઈને ડોક્ટર પણ આશ્ચર્યમાં પડી જાય. આવો જ એક કેસ ઉત્તર પ્રદેશના મુસાફર નગરમાં જોવા મળ્યો. અહીં એક દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું અને તેના પેટમાંથી 63 ચમચીઓ કાઢવામાં આવી. હવે ડોક્ટર માટે પણ પ્રશ્ન બની ગયો છે કે દર્દીના પેટમાં 63 ચમચી આવી કેવી રીતે

32 વર્ષના વિજય કુમાર બોપાણા ગામનો રહેવાસી છે. તેને નશો કરવાની કુટેવ હતી. તેને તેના પરિવારના લોકોએ નશા મુક્તિ કેન્દ્રમાં પણ મોકલ્યો હતો. વિજયકુમાર અહીં થોડા દિવસ રહ્યો ત્યારબાદ તેના ઘરના લોકોને અચાનક ફોન આવ્યો કે વિજય ની તબિયત ખરાબ થઈ ગઈ છે અને તેને મુઝફરનગરની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં ડોક્ટરોએ વિજયનો એક્સરે કર્યો હતો તેના પેટમાં કેટલીક ધાતુની વસ્તુઓ જોવા મળી. જ્યારે ડોક્ટરે વિજયનું પેટનું ઓપરેશન કર્યું તો તેના પેટમાંથી 63 ચમચી બહાર આવી. આટલી ચમચી જોઈને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા કારણકે તેમણે પણ આવો કેસ પહેલા ક્યારેય જોયો ન હતો.

જ્યારે વિજય ભાનમાં આવ્યો તો ડોક્ટરોએ તેને પૂછ્યું કે તેના પેટમાં આટલી ચમચી કેવી રીતે ગઈ તો તેને જણાવ્યું કે નશા મુક્તિ કેન્દ્રમાં તેને ચમચીઓ ખવડાવવામાં આવતી હતી. નશા મુક્તિ કેન્દ્રમાં તે પાંચ મહિના પહેલા દાખલ થયો હતો અને થોડા સમયમાં તેને પેટમાં તકલીફ થતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે