ઇમરાન ખાને હાર માની કહ્યું, આ મામલે તો ભારત પાકિસ્તાનથી ઘણું આગળ છે
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાને આખરે કૂટનીતિ મામલામાં ભારત સામે પોતાની હાર સ્વીકારી લીધી છે. શનિવારે ઇમરાન ખાને કહ્યું હતું કે અમેરિકા અમેરિકામાં લોબીંગના મામલે ભારત પાકિસ્તાનીઓ કરતા ઘણું આગળ છે.ઇમરાન ખાને કહ્યું કે ભારતની અમેરિકામાં એક ખૂબ જ શક્તિશાળી લોબી છે જે પાકિસ્તાન વિરુદ્ધ દરેક કેસમાં તેનો એજન્ડા મજબૂત કરે છે. જેની અસર પાકિસ્તાન સંબંધિત અમેરિકન નીતિઓ પર પડે છે.
ઇમરાન ખાને આ વાત એસોસિએશન ઓફ ફિઝિશ્યન્સ ઓફ પાકિસ્તાની ડિસેન્ટ ઓફ નોર્થ અમેરિકા (એપીએનપીએ)ની મીટિંગમાં કહી હતી. તેમણે કહ્યું, “યુ.એસ. માં ભારતની લોબી પાકિસ્તાન કરતા વધારે શક્તિશાળી છે. પાકિસ્તાન પ્રત્યે ભારતનું વલણ પાકિસ્તાન માટેની અમેરિકન નીતિઓને અસર કરે છે.એટલું જ નહીં, પાકિસ્તાનના વડા પ્રધાને એપીએનપીએને અમેરિકામાં ભારતીય લોબીનો સામનો કરવાના પ્રયત્નોને વધુ તીવ્ર બનાવવા જણાવ્યું છે.
ઇમરાને કહ્યું કે, પાકિસ્તાન સરકાર એપીએનપીએ સાથે સંસ્થાકીય વ્યવસ્થા રાખવા માંગે છે, તે વિદેશમાં સૌથી શક્તિશાળી અને પ્રભાવશાળી પાકિસ્તાની જૂથ માનવામાં આવે છે.ભારત પર હુમલો કરતા ઇમરાન ખાને કહ્યું કે, ભારત સ્થાનિક મુદ્દાઓથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (પીઓકે)માં ખોટા ધ્વજ અભિયાન શરૂ કરી શકે છે.