CrimeIndia

પીડિતા ગેંગરેપની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન ગઈ તો પંચાયતે પીડિતા સાથે જ કર્યું આવું

Jaipur માં એક પંચાયતે શરમજનક કરતૂત કરી છે. પંચાયતે ગેંગરેપ પીડિતા પર જ 5000 રુપિયાનો દંડ ફટકાર્યો છે.વાત એવી હતી કે પીડિત યુવતી ગેંગરેપની ફરિયાદ લખાવવા પોલીસ સ્ટેશન ગઈ હતી. યુવતી પોલીસ સ્ટેશન ગઈ એટલે પંચાયતનું માનવું છે કે તેનાથી ગામની બદનામી થઈ છે. એટલા માટે યુવતી પર દંડ ફટકારાયો છે.

ગ્રામ પંચાયતે ગેંગરેપના આરોપીઓ પર 5000 રુપિયાનો દંડ ફટકારીને સમાધાન કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ દંડ મામલે અમે પીટીની ફરિયાદની રાહ જોઈ રહ્યા છીએ. ઉપરાંત ગેંગરેપના બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે.ઘટનાની વાત કરીએ તો પીડિતાને એક કન્સ્ટ્રક્શન સાઈટ પર બોલાવી 2 યુવકોએ તેની સાથે બળાત્કાર કર્યો હતો. બાદમાં યુવતીને ધમકી પણ આપી હતી કે કોઈને ખબર પડી તો જોઈ લઈશું.

પીડિતાએ પોતાની માતાને આખી ઘટના જણાવી હતી. બાદમાં પોલીસ સ્ટેશન ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ તેમણે ફક્ત ઘટનાની જાણ કરી હતી પણ ફરિયાદ માટે કહેવાયું તો તેઓ એ થોડીવારમાં આવીએ તેવું કહ્યું હતું.