AhmedabadGujarat

અમદાવાદ રિવરફ્રન્ટ નદીમાં બાળક પડતા માતા-પિતા પણ બચાવવા કુદયા, થયું એવું કે.. પોલીસ દેવદૂત બનીને આવી

અમદાવાદના રિવરફ્રન્ટથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. અમદાવાદ રિવરફ્રન્ટ પર પોતાના દીકરા સાથે ફરવા ગયેલ એક દંપત્તિ સાથે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દંપત્તિ રિવરફ્રન્ટ પર બેઠેલું હતું તે સમયે તેમનું બાળક રમતા-રમતા નદીમાં પડી ગયું હતું. તેના લીધે બાળકના માતા-પિતાએ બાળકને બચાવવા માટે નદીમાં પડ્યા હતા. પરંતુ તે પણ નદીમાં ડૂબવા લાગ્યા હતા. આ કારણોસર ત્રણેયનો જીવઅધ્ધરતાલે થઈ ગયો હતો. તેમ છતાં પોલીસ દેવદૂત બનીને આવી ગઈ હતી. પોલીસ દ્વારા બોટ મારફતે ત્રણેયનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેનાર એક પરિવાર રિવરફ્રન્ટ પર ફરવા માટે ગયો હતો. તે સમયે બાળક રમતા-રમતા સાબરમતીના પાણીમાં પડી ગયું હતું. જ્યારે બાળકને બચાવવા તેની પાછળ માતા પિતા પણ નદીમાં કુદતા બન્ને ડૂબવા લાગ્યા હતા પરંતુ પોલીસની સતર્કતાથી સંપૂર્ણ પરિવાર બચી ગયો હતો. આ પરિવાર સરદાર બ્રિજ નીચેના રિવરફ્ર્ન્ટની બેઠક પર બેઠેલો હતો ત્યારે આ ઘટના ઘટી હતી. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનના અધિકારી દ્વારા પાણીમાં રસી નાખીને આ પરિવારને બચાવી લીધો હતો.

જાણકારી અનુસાર, મહંમદ જુબેર ગુલામ મુસ્તુફા શેંખ નામના વ્યક્તિ પોતાની પત્ની ફરહોના અને ત્રણ વર્ષના દિકરા મહંમદ યુહાન સાથે રીવરફ્ર્ન્ટમાં ફરવા માટે ગયા હતા. સરદાર બ્રિજ નીચે સ્કાઈલાઈન પાસે રિવરફ્ર્ન્ટ પર બેઠેલા હતા, તે સમયે નાનો દીકરો મહંમદ યુહા રમકડા સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન રમકડું સાબરમતી નદીમાં પડતા બાળક પણ સાબરમતી નદીમાં પડી ગયું હતું. તેને બચાવવા બાળકની માતા ફરહોના તથા પિતા મહંમદ જુબેરે પણ નદીમાં કુદકો માર્યો હતો. પરંતુ તેઓ પણ નદીમાં ડૂબવા લાગ્યા હતા.

એવામાં આ સમયે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ દરોડા વડે આ પરિવારને બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ રીવરફ્ર્ન્ટ તરફથી રાખવામાં આવેલ બોટ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવે અને આ ત્રણેયના જીવ બચાવી લીધા હતા.