ગુજરાતમાં ચોમાસું ધીરે-ધીરે બેસતું જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આજથી ગુજરાતમાં ચોમાસું વધારે સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે આજના દિવસમાં વરસાદને લઈને પણ આગાહી કરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, 23 મી માં રોજ સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, આહવા, બિલીમોરા, આહવા અને છોટાઉદેપુરમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જુનાગઢના કેટલાક વિસ્તા અને રાજકોટની આજુબાજુના ગોંડલ વિસ્તારમાં આવતીકાલના વરસાદ જોવા મળશે.
તેની સાથે તેમણે આજે પોરબંદર, મોરબી અને સુરેન્દ્રનગરમાં વરસાદી માહોલ જોવા મળશે પરંતુ વરસાદની ઝડપ સામાન્ય રહેશે. અમદાવાદ, કપડવંજના, વડોદરા વિસ્તારો, લુણાવાડા અને ગોધરાની આજુબાજુના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે. તેની સાથે પાલનપુર અને હિંમતનગરની વચ્ચેના ગામડાંઓમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. આ સિવાય હવામાન વિભાગની આગાહી મુજબ 23 જૂનના એટલે આજે નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને ગીર સોમનાથમાં છુટોછવાયા વરસાદની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપીમાં યલો એલર્ટની સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આજે તમામ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળશે.