Gujarat

અમદાવાદ: સમાજમાં દાખલો બેસાડવા પત્નીની હત્યા કરનાર પતિને કોર્ટે સંભળાવી આકરી સજા

અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં પતિએ પોતાની જ પત્નીની કરેલ હત્યાના કેસમાં કોર્ટે આજે હત્યારા પતિને સજા સંભળાવી છે. કોર્ટે પતિને આજીવન સજા સંભળાવી છે. તેમજ બાળકને વળતર આપવા માટેનો પણ આદેશ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, એડિશનલ સેશન્સ જજ સચિન એ. શેટ્ટીએ પોતાની જ પત્નીની હત્યા કરનાર આરોપી મુહમ્મદ શબ્બીરરાજા મુહમ્મદ અન્સારીને ગુનેગાર જાહેર કર્યો છે. અને સમાજમાં દાખલો બેસાડવા માટે તેને આજીવન કેદની સજા પણ ફટકારી છે. આ સિવાય કોર્ટે એ વાતને નોંધી હતી કે, આ કેસની તપાસમાં ઈન્ચાર્જ એસીપીએ અનેક અગત્યની બાબતોની ઉપેક્ષા કરી છે. આ ઉપરાંત તેમની જુબાનીમાંથી એક પણ મદદરુપ તથ્ય સામે આવી શક્યું નથી.

ઉલ્લેખનીય છે કે, પત્નીની હત્યાના આ કેસની ચાલી રહેલ તપાસ દરમિયાન ઈન્ચાર્જ એસીપી બી. ગોહિલ અને પીઆઈ કે.એસ. દવે તેમજ જી.એસ. સ્યાનની પણ જુબાની લેવાઇ હતી. આ અધિકારીઓની જુબાનીમાં જણાવા મળ્યુ કે, કેસની તપાસ માટે ઘટનાસ્થળનું ઈન્સપેક્શન કરાયું હતું. તેમજ આ માટે સંબધિત એફ.એસ.એલના અધિકારીઓને પણ બોલાવાયા હતા. આ સિવાય તેમના દ્વારા જ ઘટનાસ્થળ અંગેનું પંચનામુ તૈયાર કરાયું હતું. કોર્ટે અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું કે, તેમણે ઘટનાસ્થળનો કોઈ સાઈટ પ્લાન ન હતો બનાવ્યો કોઈ ફોટોગ્રાફ પણ ક્લિક કર્યા નહોતા.

કેસની વાત કરીએ તો, બીજી ઓગક્ટોબર 2017ના રોજ અમદાવાદ શહેરના રામોલ વિસ્તારની ઈસ્લામાબાદ સોસાયટીમાં પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી. આ બાબતે રામોલ પોલીસે ફરિયાદ નોંધીને આરોપી પતિની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી પતિ વિરુદ્ધ પુરાવા એકત્ર કરીને કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વકીલ દેવેન્દ્ર પઢીયારે આ કેસની સુનાવણી દરમિયાન સરકારી સાક્ષીઓ તેમજ તમામ દસ્તાવેજો અને પુરાવાઓના આધારે આરોપી પતિને ગુનેગાર સાબિત કર્યો હતો. વકીલે માંગ કરી હતી કે, આરોપીને એટલી કડક સજા કરવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે, તેમજ મૃતક મહિલાના બાળકને વળતર પેટે એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ ડિસ્ટ્રિક્ટ લીગલ સેલને આપ્યો છે. નોંધનીય છે કે, પહેલા પતિએ દલીલ કરી હતી કે તેની પત્નીએ ફાંસો ખાઈને જીવ ટૂંકાવ્યો છે. પરંતુ મેડિકલ તપાસ અને વધારે પૂછપરછ પછી સામે આવ્યું કે તેની હત્યા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વકીલ દેવેન્દ્ર પઢીયારે આ કેસની સુનાવણી દરમિયાન સરકારી સાક્ષીઓ તેમજ તમામ દસ્તાવેજો અને પુરાવાઓના આધારે આરોપી પતિને ગુનેગાર સાબિત કર્યો હતો. વકીલે માંગ કરી હતી કે, આરોપીને એટલી કડક સજા કરવામાં આવે કે જેનાથી સમાજમાં દાખલો બેસે, તેમજ મૃતક મહિલાના બાળકને વળતર પેટે એક લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ ડિસ્ટ્રિક્ટ લીગલ સેલને આપ્યો છે. નોંધનીય છે કે, પહેલા દલીલ કરતા પતિએ જણાવ્યું હતું કે તેની પત્નીએ ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. જો કે, મેડિકલ તપાસ તેમજ વધારે પૂછપરછ કરતા સામે આવ્યું કે તેની પત્નીની હત્યા કરવામાં આવી છે.