અમદાવાદ: પતિએ પત્નીનના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલીને કર્યું એવું કે…..
તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે, કોઈ હેકરે કોઈ મહિલાનું સોશ્યલ મીડિયા એકાઉન્ટ હેક કરીને બીભત્સ પોસ્ટ કરી હોય કે ખોટો દુરુપયોગ કર્યો હોય. પરંતુ શું તમે ક્યારેય એવું કોઈ પતિએ પોતાની જ પત્નીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલીને બીભત્સ પોસ્ટ કરી હોય, અને પોતાની જ પત્નીને બદનામ કરવાની કોશિશ કરી હોય? અમદાવાદમાં આવો જ કિસ્સો સામે આવ્યો છે.
અમદાવાદમાં એક પતિએ બદલો લેવા માટે પોતાની જ પત્નીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલીને બીભત્સ કોમેન્ટ અને મેસેજ કરીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે. આ અંગે પત્નીને જાણ થતા તેણીએ અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
પત્નીએ કરેલ ફરિયાદ અનુસાર, તેણીના અને તેના પતિ સાગર સાવલિયાના વર્ષ 2021માં લગ્ન થયા હતા. જો કે, બંને પતિ પત્ની વચ્ચે એક મહિના સુધી સાથે રહ્યા બાદ પણ મનમેળ ના આવતા પત્નીએ છૂટાછેડા લઇ લેવાની વાત કરી હતી. આ વાતને લઈને સાગર તેની પત્ની પર ગુસ્સો હતો. અને બદલો લેવા માટે તેણે પોતાની પત્નીના ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલી કાઢ્યો હતો. અને પોતાના ફોનમાં પત્નીનું ફેસબુક ખોલીને તેણીના મિત્રોને બીભત્સ કોમેન્ટ અને મેસેજ કરતો હતો. આમ સાગર સાવલીયાએ પોતાની જ પત્નીને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે સાગર સાવલિયા ની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, સાગર સાવલિયાની સોશિયલ મીડિયા પર બીભત્સ લખાણ લખીને બદનામ કરવાના કેસમાં ધરપકડ કરી છે. પોલીસે જયારે સાગર સાવલિયાની આ મામલે પુછપરછ કરી ત્યારે તેણે એ વાતને કબૂલ કરી હતી કે તેણે પોતાની પત્નીને બદનામ કરવા માટે આ પ્રકારનું કૃત્ય કર્યું હતું.
આરોપી સાગર સાવલીયાએ પત્નીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને ફેસબુક એકાઉન્ટનો પાસવર્ડ બદલીને તેમાંથી પાંચ અલગ અલગ લોકોને બિભત્સ પ્રકારના મેસેજ કર્યા હતા.આ અંગે જયારે તેની પત્નીને જાણ થઈ ત્યારે તેણીએ ક્રાઈમબ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.તમને જણાવી દઈએ કે, આરોપી સાગર સાવલિયા જેતપુર ટેક્સટાઇલમાં એક ડિઝાઈનર તરીકે જોબ કરે છે. હાલ સમગ્ર મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધીને સાગર સાવલિયાની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.