Ajab GajabIndia

પતિએ ગુસ્સામાં આવીને પહેલી પત્નીને કહી દીધી પોતાના બીજા લગ્નની વાત, બીજા લગ્નથી છે બે બાળકો

બે હોડીમાં વ્યક્તિ ક્યારેય પેલે પાર જઈ શકતો નથી. જોધપુરના એક વ્યક્તિના ખૂબ ધૂમધામથી લગ્ન કરવામાં આવ્યા. લગ્ન પછી તેને એક દીકરો થાય છે એ પછી તે વેપારને લીધે માસ્કો ચાલ્યો જાય છે. ત્યાં તેણે બીજા એક લગ્ન કર્યા અને ત્યાં તેના 2 બાળકો થઈ ગયા. એકદિવસ ગુસ્સામાં તેણે પોતાની પહેલી પત્ની સામે પોતાના બીજા લગ્ન વિષે અને બે બાળકોની વાત પણ કહી દીધી.

હવે જ્યારે ભારતમાં રહેતી પહેલી પત્નીને આ વાતની જાણ થઈ તો તેના હોશ ઉડી ગયા. બીજી તરફ મોસ્કો ગયા બાદ પતિએ ભારત તરફ મોં ફેરવી લીધું છે. પ્રથમ પત્નીએ પોલીસનો સંપર્ક કર્યો. હવે પોલીસે બંને દેશો વચ્ચે ફસાયેલા આ મામલાને ઉકેલવો પડશે. શું આ મામલો ઉકેલાઈ જશે, ચાલો હું તમને તેના વિશે વધુ જણાવું-

રાજસ્થાનના બાડમેર શહેરના મહાવીર નગર નિવાસી યુવતી સાથે 12 વર્ષ પહેલા જોધપુરમાં લગ્ન થયા હતા. વર્ષ 2014 માં તેનો પતિ કામને લીધે રુસ ચાલ્યો જાય છે. તે પછી તેના પતિએ રુસ મોસ્કોમાં બીજા લગ્ન કરી લીધા. હવે જ્યારે પતિ દ્વારા બીજા લગ્ન કરવાની વાત ભારતમાં રહેલી પત્નીને ખબર પડે છે તો મહિલા પોલીસ સ્ટેશનમાં જઈને આરોપી પતિ વિરુધ્ધ ફરિયાદ નોંધાવે છે. પરણિત મહિલા એ પોતાના પતિએ વિદેશમાં બીજા લગ્ન કરી લીધા છે એવી ફરિયાદ નોંધાવે છે. 10 વર્ષના દીકરા સાથે પરણિત મહિલા પોલીસ સ્ટેશન અધિક્ષકને વિદેશથી પોતાના પતિને પાછા બોલાવવા માટેની માંગ કરી રહી છે.

પરિણીતાનો પતિ ભગવાનદાસ જોધપુરમાં જ ખાનગી નોકરી કરતો હતો. 2014 માં, તેનો પતિ રશિયા ગયો. પીડિતાના જણાવ્યા અનુસાર, તેણીના પતિ સાથે 3-4 વર્ષથી સામાન્ય વાતચીત હતી. દરમિયાન સાસરીયાઓ તેણીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જ્યારે તેણીએ તેના પતિને તેના સાસરિયાઓની હેરાનગતિ વિશે જણાવ્યું ત્યારે તેણે તેણીને કહ્યું કે ભારત આવીને બધું ઠીક કરી લે.

પીડિતાના કહેવા પ્રમાણે, વર્ષ 2019માં જ્યારે તેનો પતિ ભારત આવ્યો ત્યારે પતિ-પત્ની વચ્ચેના ઝઘડા દરમિયાન પતિ ગુસ્સે થઈ ગયો અને કહ્યું કે તેણે મોસ્કોમાં ફરીથી લગ્ન કર્યા છે અને તેને બે બાળકો છે. જે બાદ પતિ રશિયા પાછો ગયો. આ સમગ્ર ઘટના બાદ પરિણીત મહિલા તેના 10 વર્ષના પુત્ર સાથે તેના પેહર ગઈ હતી અને ત્યાં રહે છે. અને હવે તે પોતાના બાળકના ભવિષ્ય માટે પોલીસ સ્ટેશન અને એસપી ઓફિસના ચક્કર લગાવી રહી છે.

આખા ઘટનાક્રમ વિષે જિલ્લા પોલીસ અધિક્ષક દિપક ભાર્ગવનું કહેવું છે કે પીડિતાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જ્યાં સુધી પરણિત મહિલાનો પતિ ભારત પરત નથી આવતો ત્યાં સુધી પોલીસ તેના વિરુધ્ધ કોઈ જ કાર્યવાહી કરી શકશે નહીં, પણ પોલીસે આરોપી પતિની એલઓસી જાહેર કરી છે અને હવે નિયમાનુસાર કાર્યવાહી થશે.

પોલીસે NRI પતિ અને તેની તપાસ સાથે સંબંધિત દસ્તાવેજોની તપાસ શરૂ કરી છે. સૌથી મોટી વાત એ છે કે હિંદુ મેરેજ એક્ટ હેઠળ જો પતિ કે પત્ની પોતાના જીવનસાથીને છોડવા માંગતા હોય તો તેણે છૂટાછેડા લેવાના હોય છે, પરંતુ ભગવાનદાસે પોતાની પત્નીને છેતરીને છૂટાછેડા લીધા વગર મોસ્કોમાં લગ્ન કરી લીધા છે. આવી સ્થિતિમાં હવે બાડમેર પોલીસે આરોપી પતિને વિવિધ કાયદા હેઠળ ભારત લાવવાના પ્રયાસો શરૂ કર્યા છે.