AhmedabadGujarat

લોકોને થઈ ગયું છે રીલ્સ જોવાનું વ્યસન, સર્વેમાં આવી ચોંકાવનારી બાબતો

આજના ડિજિટલ જમાનામાં લોકો પોતાને જોઈતી દરેક માહિતી ઓનલાઇન જ જોઈ લેતા હોય છે. તો ડિજિટલ જમાનામાં લોકો સોશિયલ મીડિયા પર પણ વધુ સમય સુધી એક્ટિવ રહેતા હોય છે. અને તેમાં પણ લોકો ઇન્સ્ટાગ્રામ,ફેસબુક અને યુટ્યુબમાં રિલ્સ જોવા એક વાર બેસી જાય તો પછી સમયનું પણ ભણ રહેતું હોતું નથી. ત્યારે લોકો રીલ્સ પર કેટલો સમય ફાળવે છે તેને લઈને તાજેતરમાં જ એક સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લોકો એક વખત રીલ્‍સ જોવા બેસી જાય તો જલ્દી રીલ્સ જોવાની બંધ કરતા નથી. અને પછી તે એક વ્યસન જેવું થઈ જતું હોય છે. જેનું વૈજ્ઞાનિક કારણ એ છે કે લોકો જ્યારે રીલ્‍સ જોવા બેસે ત્યારે તેમના મગજમાં ડોપામાઈન રિલીઝ થતું હોય છે જેનાથી રિલ્સ જોનારને સતત આનંદની અનુભૂતિ થયા કરે છે. અને માટે જ ઘણી વખત તો વ્યક્તિ પોતે રીલ્સ જોવાનું બંધ કરવા માંગતો હોય તો પણ તે નથી કરી શકતા.

નોંધનીય છે કે, ત્યારે ડૉ. ધારા આર દોશીના માર્ગદર્શનમાં મનોવિજ્ઞાન ભવનના ડિપ્લોમાનો અભ્યાસ કરતા જાની નમ્રતાએ 947 જેટલા લોકોનો સર્વે હાથ ધર્યો હતો. જેમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી હતી.

સર્વે આનુસાર, 63.5 ટકા જેટલા લોકો 2 કલાકથી પણ વધુ, 27.4 ટકા જેટલા લોકો 1 કલાકથી 2 કલાક અને 9.1 ટકા જેટલા લોકો 1 કલાકથી પણ ઓછો સમય સોશિયલ મોડોયામાં રીલ્‍સ જોવામાં પસાર કરે છે.

•રીલ્‍સ જોઈને 88.3% જેટલા લોકો આનંદ અનુભવે છે.

• રીલ્‍સ જોઈને 82.2% જેટલા લોકો આક્રમકતા અનુભવે છે

• રીલ્‍સ જોઈને 23.9% જેટલા  લોકો દુઃખ અનુભવે છે..

• રીલ્‍સ જોઈને 77.7% જેટલા લોકો ચંચળતા અનુભવે છે.

• રીલ્‍સ જોવાના કારણે 61.9% જેટલા લોકો તેમના બીજા કાર્યો પર ઘ્‍યાન આપી શકતા નથી.

•    59.4%  જેટલા લોકો એવું અનુભવે છે કે રીલ્‍સ તેમને તેમના લક્ષ્યથી દૂર લઈ જઈ રહી છે.

• રીલ્‍સના કારણે 61.9% જેટલા લોકો તેમના સ્‍વજનોને કવોલિટી ટાઈમ આપી શકતા નથી.

• રીલ્‍સના કારણે 77.2% લોકો તેમના સ્‍વજનો સાથે સંઘર્ષ અનુભવે છે.

• રીલ્‍સ બનાવવાની 69% જેટલા લોકોને ઈચ્‍છા થાય છે.

• 77.2%  જેટલા લોકોને રીલ્‍સ બનાવીને સોશિયલ મોડોયામાં ફેમસ થવાની ખૂબ ઈચ્‍છા થાય છે.

• રીલ્‍સના કારણે 72.6% જેટલા લોકોને નિંદ્રામાં ખલેલ પહોંચે છે.

• રીલ્‍સના કારણે 81.7% જેટલા લોકોને ભુખના પ્રમાણમાં ફેરફાર જોવા મળે છે.

• રીલ્‍સના કારણે 68.5% જેટલા લોકોને માથું,આંખ તેમજ શરીરના દુઃખાવાની ફરીયાદો રહે છે.

આમ રીલ્સ જોવી એ એક વ્યસન જેવું બની ગયું છે. જે આપણી લાઈફ સ્ટાઈલને ડિસ્ટર્બ કરે છે. અને આપણને આપણા પરિવારજનો,લક્ષ્ય અને કામથી દૂર કરી દે છે. જે અત્યંત ગંભીર બાબત છે.