AhmedabadGujarat

કેનેડા રોડ અકસ્માતમાં મૃત્યુ પામનાર વર્સીલ પટેલના મૃતદેહને ભારત લાવવા લોકોએ ઉદારતા દાખવીને કર્યું દાન

કેનેડામાં રોડ અકસ્માતમાં અમદાવાદના 19 વર્ષના વર્સિલ પટેલનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે તેના મૃતદેહ ને ભારત પરત લાવવા માટે લોકો દ્વારા દિલખોલીને દાન કરવામાં આવ્યું છે. છે. વર્સિલના મૃતદેહને ભારત પરત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે અંદાજીત 18.61 લાખ રૂપિયાની જરૂરીયાત હતી. ક્રાઉડ ફંડિંગમાં લોકોના દાન  દ્વારા 42 હજાર કેનેડિયન ડોલર એટલે કે 26.37 લાખ રૂપિયા ભેગા કરી લેવામાં આવ્યા છે. ત્યાર બાદ ક્રાઉડ ફંડિંગ ને બંધ કરવામાં આવ્યું છે.  વર્સિલના ભાઈ રાજન પટેલે જણાવ્યું છે કે, એકઠી કરવામાં આવેલ રકમ વર્સિલના મૃતદેહને ભારત મોકલવા અને તેની અંતિમ ક્રિયા પાછળ ખર્ચ કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદ નો વર્સિલ પટેલ નામનો 19 વર્ષિય યુવક અભ્યાસ માટે કેનેડા ગયેલો હતો.  વર્સિલ પટેલ કેનેડાના ઓન્ટારિયો પ્રોવેન્સના બેરી શહેરમાં રહી રહ્યો હતો.. વર્સિલ પટેલ સર્કલ કે કન્વીનીયન્સ સ્ટોરમાં કામ કરી રહ્યો હતો. એવામાં તે 21 જુલાઈ રોજ ચાલીને નોકરી એ જઈ રહ્યો હતો તે સમયે એક કાર દ્વારા તેને ટક્કર મારવામાં આવી હતી. તેના લીધે વર્સિલ પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણકારી મળતા વર્સિલ પટેલને મળતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું હતું. આ મામલામાં કારચાલકની પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી છે.

ત્યાર બાદ વર્સિલના મૃતદેહને ભારત લાવવા માટે 30 હજાર કેનેડિયન ડોલર એટલે કે અંદાજીત 18.61  લાખ રૂપિયાની જરૂરીયાત હતી. તેના લીધે વર્સિલના કઝિન તરીકે પોતાની ઓળખ આપનાર રાજન પટેલ દ્વારા ‘ગોફંડમી’ વેબસાઈટ પર ક્રાઉડ ફંડિંગ શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં લોકોને વિનંતી કરવામાં આવી હતી કે લોકો ઉદાર હાથે દાન કરે, તેના લીધે વર્સિલના પરિવારજનો તેમના દીકરા નું મોઢું જોવા મળી શકે. ત્યાર બાદ લોકો દ્વારા ક્રાઉડ ફંડિગ માં દાન કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. ક્રાઉડ ફંડિગ દ્વારા 26.37 લાખ રૂપિયા એકઠા કરી લેવામાં આવ્યા છે. તેનો ઉપયોગ વર્સિલનો મૃતદેહને કેનેડાથી ભારત મોકલવા અને અંતિમ ક્રિયા પાછળ કરવામાં આવશે.. બાકીની રકમ વર્ષિલના પિતાના બેંક એકાઉન્ટમાં જમા કરાવવામાં આવશે.