હાલની તારીખમાં ઘણી લોન લેનાર એપ્લિકેશન આવી ગઈ છે, જેમાં ઘણા લોકો લોન લે છે. તેમાંથી ઘણી એપ્લિકેશન એવી છે જે તમને છેતરાઈ શકાવે છે. લોકો તેમાં લોન લેવા એપ્લિકેશન કરે છે અને એમાં ઘણું ફ્રોડિંગ થઈ જાય છે. ઘણા લોકોના એવા કિસ્સા જોવા મળ્યા છે, જેમની લોન અપ્રુવ થઈ ગઈ હોય પણ એ લોનના પૈસા તેમના ખાતામાં આવી જ નથી હોતી. આમાં ઘણા લોકો છેતરી જાય છે તેથી આજે માહિતી આપીશું તે ધ્યાનથી વાંચજો.
ડિજિટલ યુગમાં છેતરપિંડી પણ ડિજિટલ થઈ ગઈ છે. આજકાલ હરીફાઈના યુગમાં લોકો એવી જગ્યાએથી લોન લઈ રહ્યા છે, જ્યાં પૈસા ઝડપથી મળી જાય છે કારણ કે લોકોને વધુ પૈસાની જરૂર હોય છે. પૈસાની જરૂરિયાતમાં મોબાઈલ એપ્લીકેશનથી લોન લેનારા લોકો માટે આવી જ એક લાલ બત્તી સામે આવી છે. ઘણા લોકો ઓનલાઈન અરજીથી લોન લઈને છેતરપિંડીનો શિકાર બન્યા છે. એવું જાણવા મળ્યું છે કે લોન છેતરપિંડીનું આ નેટવર્ક ચીનમાં બેઠેલા ભારતીય નાગરિક દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સાયબર ક્રાઈમ ટીમે લોન છેતરપિંડી અને બ્લેકમેઈલિંગ ગેંગના નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો અને નોઈડા અને પુણેમાંથી બે આરોપીઓની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ, ઓનલાઈન એપ્લીકેશન દ્વારા લોન મેળવ્યા બાદ લોકોને બ્લેકમેલ કરીને પૈસા પડાવતી ગેંગની દેશભરમાં અનેક ફરિયાદો મળી રહી છે. અમદાવાદમાં પણ અનેક લોકો આ ગેંગનો શિકાર બન્યા છે. સાયબર ક્રાઈમ ટીમે ટેક્નિકલ વિશ્લેષણ દ્વારા કોલિંગ સર્વિસ અને ડેટા સર્વર્સને ટ્રેસ કર્યા અને નોઈડા અને પુણેમાં સમગ્ર નેટવર્ક પર દરોડા પાડ્યા. આ ગેંગના બે આરોપી પુણેના વિજય કુંભાર અને નોઈડાના ગૌરવ સિંહની ધરપકડ કરવામાં આવી છે. તેમની તપાસમાં જાણવા મળ્યું કે આ નેટવર્ક ચીનથી ઓપરેટ થતું હતું.
સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ અને બે લેપટોપ કબજે કર્યા હતા અને તેમની પાસેથી 50 TB ડેટા મળી આવ્યા છે. આ ડેટામાં લાખો લોકોના નામ અને સરનામા સાથેની પૂરેપૂરી પ્રોફાઇલનો સમાવેશ થાય છે. એપમાં ચાલતી લોન નેટવર્ક સિસ્ટમ ચીનથી ઓપરેટ કરવામાં આવી હતી. જ્યારે ભારતના વિવિધ શહેરોમાં કોલ સેન્ટર દ્વારા તેનું સંચાલન કરવામાં આવતું હતું, પણ આ કોલિંગ માટેનું આખું સર્વર પૂણે અને નોઈડાથી ઓપરેટ થતું હતું. જેનો માસ્ટર માઈન્ડ વિજય કુંભાર હતો જે આઈટી કંપનીની આડમાં સર્વરનું સંચાલન કરતો હતો. સર્વર સિસ્ટમ નોઈડના ગૌરવ સિંહ સાથે જોડાયેલી હતી. ગૌરવ સિંહ વેબ વર્ક્સ ડેટા સેન્ટરની આડમાં સર્વર ચલાવતો હતો.