અમેરિકામાં ગેરકાયદેસર રીતે જનારા લોકો આ સમાચાર જરૂર વાંચો, એક વ્યક્તિની આપવીતી સાંભળી તમારી આંખો પણ આવી જશે આંસુ…
ગુજરાતીઓ માટે અમેરિકા જવું એક મોટો ક્રેઝ રહેલો છે. અમેરિકા જવા માટે ગુજરાતીઓ કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. તેના માટે કરોડો રૂપિયા લોકો આપવા માટે તૈયાર થઈ જતા હોય છે. સીધી રીતે જવા ન મળે તો તે બે નંબરમાં અમેરિકા જવાનો રસ્તો અપનાવી લેતા હોય છે. જ્યારે પછી કોઇપણ મુશ્કેલીનો સામનો કરવો પડે. જ્યારે આજે એવી જ એક બાબત સામે આવી છે. એક વ્યક્ત અમેરિકા જવા માટે એવું દુઃખ સહન કર્યું છે તેને જાણીને તમને પણ તે વ્યક્તિ પર દયા આવી જશે. આ વ્યક્તિ મહેસાણાનો વતની છે.
અમેરિકા રહી રહેલા ઉત્તર ગુજરાતના એક યુવક દ્વારા પોતાની આપવીતી જણાવવામાં આવી છે. તે રડતા જણાવી રહ્યો છે કે, હું વર્ષ 2011 માં 33 લાખ રૂપિયા ખર્ચીને અમેરિકા પહોંચ્યો હતો. ગુજરાતથી દિલ્હી, અને ત્યાંથી અનેક દેશો ફરીને 45 દિવસ બાદ હું મેક્સિકો બોર્ડર પહોંચી ગયો હતો. ત્યાં પોલીસ દ્વારા મને પકડી પાડવામાં આવ્યો હતો. ત્યાર બાદ હું 6 મહિના સુધી જેલમાં રહ્યો હતો. 6 મહિના બાદ એજન્ટો દ્વારા મને છોડાવીને મને ફ્લોરીડા મોકલવામાં આવ્યો હતો.
વધુમાં તેને જણાવ્યું કે, ફ્લોરીડામાં મેં હોટલમાં વેઈટર તરીકે અને રસોઈ બનાવવાના કારીગર સુધી બધા જ કામ કર્યા હતા. જયારે મેં અમેરિકાનું ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવા માટે મેં ખૂબ દુઃખ વેઠયું હતું. તેની સાથે મેં 22 લાખ આપીને એક હબસી છોકરી સાથે કોન્ટ્રાક્ટ મેરેજ પણ કર્યાં હતા. તેના માટે 11 લાખ એડવાન્સમાં આપવાના હતા અને બીજા 11 લાખ ગ્રીન કાર્ડ મળ્યા બાદ આપવાના નક્કી કર્યું હતું. પરંતુ આ દરમિયાન કોરોના આવી ગયો અને મને ગ્રીન કાર્ડ પ્રાપ્ત થયું નહોતું. અત્યાર સુધી મારા 55 લાખ જેટલા ખર્ચ થઈ ગયા છે પરંતુ તેમ છતા હું વતન આવવામાં અસમર્થ છુ.